Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વસોના મિત્રાલની શાળાના ઓરડા જર્જરિત હાલતમાં મળી આવતા બાળકોના જીવ જોખમમાં મુકાયા

વસો:તાલુકાની  મિત્રાલ સ્કુલના ઓરડાઓ અતિ જર્જરીત હાલતમાં છે.જેના કારણે શાળામાં ભણતા બાળકોના માથે જોખમ તોળાઈ રહ્યુ છે.જેથી ગામના આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ લેખિત ફરીયાદ કરી છે.તેમજ ત્વરીત પણે શાળા માટે નવુ મકાન બનાવવા માટે સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
નડીયાદ જીલ્લા ના વસો તાલુકા ના મિત્રાલ ગામની ક્સબા શાળાના ઓરડાઓ બિસ્માર હાલતમાં છે. જેના  કારણે વિધાર્થીઆ ે સતત ભય હેઠળ વર્ગમાં બેસવુ પડે છે.દિન પ્રતિદિન મકાનના પોપડા ખરતા વિદ્યાર્થીઓને બહાર બેસાડી ભણાવવામાં આવી રહ્યા છે. આ શાળામાં આશરે ૭૬ વિઘાર્થીઓ આ શાળામાં શિક્ષણ લઇ રહ્યા છે. ઓરડાના અભાવે બાળકો ને શિક્ષણ કાર્યમાં વિધ્ન આવતુ હોવાનુ શાળાના શિક્ષકો અને ગ્રામજનો જણાવી રહ્યા છે. સરકાર દ્વારા શિક્ષણ ને વેગ મળે તે માટે અથાગ પ્રયત્ન કરવામાં આવે છે.ગ્રામજનો અને તાલુકા પંચાયત સદસ્ય એ માંગ કરી છે કે વહેલામાં વહેલી તકે જર્જરીત ઓરડાને રીપેર,નવો બનાવી આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની  છે.
આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી નો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે એન્જીનિયર દ્વારા સ્કુલના ઓરડાની  ચકાસણી કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(6:09 pm IST)