Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ઉમરેઠ તાલુકાના બેચરીમાં બંધ મકાનમાંથી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહીત 2.42 લાખની મતાની ઉઠાંતરી કરી

આણંદ:જિલ્લાના ઉમરેઠ તાબે બેચરી ગામે એક ચોરીને અંજામ અપાતા ચકચાર મચી હતી. જેમાં મુળ બેચરી હાલ ઉમરેઠમાં રહેતા એક પરીવારના બંધ મકાનમાં દરવાજાના નકુચા તોડી તેમાં મુકેલ સોનાચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૨,૪૨,૪૦૦/-ની ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર થયા હતા. આ મકાનમાં રહેતો પરીવાર ઉમરેઠ મુકામે બીજું ઘર બનાવીને રહે છે તેમને જાણ થતા તુરંત જ ઉમરેઠ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઉમરેઠ તાબે બેચરી ગામે રહેતા રમેશભાઈ ચંદુભાઈ ભોઈના મકાનમાં ગઈ રાત્રીના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. રમેશભાઈ હાલ ઉમરેઠમાં મકાન બનાવીને  તેમના પરીવારજનો સાથે રહે છે. તેમનું બીજુ મકાન બેચરી ગામમાં આવેલ છે.આ મકાનમાં ગઈ કાલે રાત્રીના સુમારે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા.આ તસ્કરોએ મકાનના દરવાજાના તાળા તોડી તેમાં પ્રવેશ કર્યો હતો.જેમાં તિજોરીમાં મુકેલ સોનાચાંદના દાગીના અને રોકડ મળી કુલ ૨,૪૨,૪૦૦/-નુી મત્તા ચોરી ફરાર થયા હતા. આ ઘટનાની જાણ રમેશભાઈ ચંદુભાઈ ભોઈને થતા તેઓએ ઉમરેઠ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધી હતી.

(6:09 pm IST)