Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

બનાસકાંઠામાં દારૂ-જુગારની બદી ડામવા પ્રયત્ન કરનાર 14 પોલીસ કર્મીની સામુહિક બદલીથી પોલીસ બેડામાં ખળભળાટ

બનાસકાંઠા:જિલ્લામાં દારૂ -જુગારની બદીને ડામવામાં નિષ્ફળ રહેલા એક પી.આઈ. સહીત ૧૪ પોલીસ કર્મીઓની સામુહીક બદલી કરતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા નિરજ બડગુજર દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની બદી સામે કડક પગલા ભરવા સુચનાઓ આપવામાં આવી હોવા છતાં દારૂ જુગારની બદલી ડામવામાં નિષ્ફળ નિવડેલા પાલનપુર પૂર્વ પોલીસ મથકના પી.આઈ. ડી. સ્ટાફ તેમજ થરા અને કાંકરેજના મળી કુલ -૧૪ પોલીસ કર્મીઓની બુધવાર મોડી સાંજે સામુહીક બદલી કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી હતી. આ ઉપરાંત પાલનપુર પૂર્વ પોલીસ મથકના એક કર્મીને જુગારની રેડ મુદ્દે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
 ત્યારે દારૂ-જુગાર બદીમાં ઢીલ દાખવનાર પાલનપુર પૂર્વ પોલીસ મથકના પી.આઈ. વી.એમ. મિશ્રા ડી સ્ટાફના ૮ કર્મી તેમજ થરામાં ર અને કાંકરેજ પોલીસ મથકના ૪ પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ હતી. પોલીસ વડાએ કાયદો અને વ્યવસ્થા સાથે દારૂ-જુગારની બદી ડામવામાં બેદરકારી દાખવનાર સામે શિક્ષાત્મક પગલા ભરતા પોલીસ બેડામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામી હતી.

(6:08 pm IST)