Gujarati News

Gujarati News

News of Sunday, 31st December 2017

પાટીદાર સંસ્થાઓ નીતિન પટેલની પડખે કેમ ?

અમદાવાદઃ ચૂંટણી બાદ ભાજપના મોવડી મંડળે માંડ રાહતનો શ્વાસ લીધો હતો કે ફરી એકવાર ગુજરાતમાં રાજકીય વંટોળે ભાજપના ટોચના નેતાઓના શ્વાસ અદ્ધર કરી દીધા છે. ખાતા ફાળવણીમાં અન્યાય થયાની નીતિન પટેલની ફરીયાદ બાદ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ તેમની પડખે ઉભી ગઈ છે. આ સાથે જ કથિત અન્યાય સામે લડવા અને ફરી પાટીદાર ગૌરવને સ્થાપિત કરવાની માગણી કરી છે.

ભાજપ માટે ફરી એકવાર પાટીદાર મુશ્કેલી ઉભી કરી શકે છે. જ્યારે રાજ્યમાં કુલ 14% મતદારો પાટીદાર છે અને લોકસભાની ચૂંટણી પણ માથે આવી ઉભી હોવાથી ભાજપ માટે પ્રશ્ન વિકટ બન્યો છે. પાટીદારોએ અનેક આંદોલનો છતા આ વખતે પણ ચૂંટણીમાં ભાજપને જ વફાદાર રહ્યા હતા. જ્યારે નીતિન પટેલના સમર્થનમાં ભાજપના સપોર્ટર પાટીદાર અને ભાજપ વિરોધી પાટીદાર નેતાઓ એક સાથે આવ્યા છે.

પાટીદાર અનામત આંદોલનના હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ સહિતના આંદોલનકારી નેતાઓ પણ નીતિન પટેલની વ્હારે આવ્યા છે. જ્યારે હાર્દિકે તો નીતિન પટેલને ભાજપ છોડીને કોંગ્રેસમાં આવવા ઓફર પણ આપી છે. હાર્દિકે કહ્યું હતું કે, ‘જો નીતિનભાઈ 10 MLA સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં આવવા તૈયાર હોય તો હું તેમને ગરીમાપૂર્ણ સ્થાન મળે તે માટે ચોક્કસ માગણી કરીશ.’

4/4જો નીતિનભાઈની ગરિમા નહીં જળવાય તો ભાજપને ભારે પડશે

જ્યારે લાલજી પટેલે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘નીતિનભાઈ હતા ત્યારે જ આ સરકાર સત્તામાં પરત ફરી છે. ભાજપ પાસે તેઓ જ એક એવા નેતા છે જેમણે પાટીદાર સમાજના આંદોલનને શાંત કર્યું અને સરકાર તથા સમાજ વચ્ચે સમાધાનની રેખા ખેંચી જો તેમને હવે અન્યાય થશે તો પાટીદાર સમાજ હવે સહન નહીં કરે.’

(1:06 pm IST)