Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

તલોદના ભાટિયા ગામના સરપંચની દસ હજારની લંચ લેવામાં રંગે હાથે ધરપકડ

તલોદ: તાલુકાના ભાટીયા ગામના સરપંચ એક અરજદાર પાસેથી રૂ. ૧૦ હજારની લાંચ લેતાં આજે એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પ્રધાનનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા મકાનના હપ્તા ઝડપથી અરજદારના ખાતામાં જમા કરાવી  આપવાની 'વિધિ' માટે બે વખત ક્રમશઃ રૂ. ૨૦,૦૦૦/- લીધા હતા અને ત્રીજી વખત રૂ. ૧૦,૦૦૦/- માંગ કરતા અરજદારે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જે આધારે આજે એસીબીની ટીમ છટકુ ગોઠવીને ત્રાટકી હતી. જેનાં આધારે સરપંચ રંગે  હાથ ઝડપાઈ ગયા હતા.
તલોદ તાલુકાના તલોદ-મજરા રોડ ઉપર ાવેલા ભાટીયા ગામે ભાટીયા ગ્રામ પંચાયતના સરપંચ ફતેસિંહ જુગસિંહ રાઠોડના રહેઠાણ પર ગાંધીનગર લાંચ રૃશ્વત વિરોધી એકમના સુપરવિઝન અધિકારી એ. કે. પરમાર અને ટ્રેપીંગ અધિકારી એચ. બી. ગામેતીની ટીમ ત્રાટકી હતી અને ેક ઓપરેશન પાર પાડયું હતું.
ગામના એક નાગરિકનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયું હતું. જેની એક યાદીમાં અરજદાર નાગરિકનું નામ આવ્યું હોવાથી તેના દાવા મુજબ સરપંચ ફતેસિંહ તેના ઘરે ગયા હતા અને જણાવેલ કે, 'તમારા ડોક્યુમેન્ટ મને આપો તમારા મંજૂર થયેલા મકાનનો હપ્તો ઝડપથી તમારા ખાતામાં જમા કરાવી દઈશ તેમ કહી પહેલી વાર સરપંચે ફરિયાદી પાસેથી રૂ. ૧૦ હજાર લીધા હતા. બાદ તેના ખાતામાં રૂ. ૩૦,૦૦૦/-ના હપ્તાની રકમ જમા થઈ ત્યારે બીજા રૂ. ૧૦,૦૦૦ લીધા હતા હતા. સરપંચે અરજદારના દાવા મુજબ ૨૦,૦૦૦ લીધા હતા.  તદઉપરાંત ત્યારબાદ અરજદારના ખાતામાં રૂ. ૫૦,૦૦૦નો હપ્તો જમા થતાં સરપંચે ફરી એકવાર રૂ. ૧૦૦૦૦ની માંગણી કરી હતી.

 

(4:32 pm IST)