Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

૨૫-૨૭ ઓગષ્ટથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે ચોમાસુ બરાબર જામશે?

રાજકોટઃ જાણીતા વેધરમેન કેન્નીએ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવ્યું છે કે ૨૫-૨૭ ઓગસ્ટ થી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે ચોમાસુ બરાબર જામશે. નબળા અને મધ્યમ માત્રાના લા-નીનાને કારણે  સપ્ટેમ્બરના બીજા ભાગમાં પણ ચોમાસુ જોરદાર રહેવાની સંભાવના છે.

આ સમયગાળામાં એટલે કે ૨૫/૨૭ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે દેશના અનેક ભાગોમાં પુર સર્જાય તેવો ભારે વરસાદ પડવાની પણ સંભાવના શ્રી કેન્નીએ જણાવી છે.

આ સમયગાળામાં ચોમાસુ ફરી રંગ પકડવા લાગશે અને મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સુપર-ડુપર વરસાદની સંભાવના હોવાનું પણ તેમણે ટ્વિટર હેન્ડલ પર જણાવે છે.

આ પહેલા ૪ થી ૭ ઓગસ્ટ વચ્ચે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, અને મહારાષ્ટ્રમાં ચોમાસુ ધીમે ધીમે રંગ પકડવા લાગે તેવી સંભાવના હોવાનું અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેવો માહોલ સર્જાય છે તે તરફ નજર રાખવા શ્રી કેન્ની જણાવે છે.

(11:51 am IST)