Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

બામણફળીયા ગામમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના બામણફળીયા ગામના યુવાને પોતાના ઘરમાં જ કોઈક કારણોસર ઝેરી દવા પી જતા તેનું મોત થયું છે.
મળતી માહિતી મુજબ બામણફળીયામાં રહેતા રજનીકાંતભાઇ હરીભાઇ વસાવા( ઉ.વ ૩૦ )એ  તા. ૨૭ જુલાઈ ના રોજ સાંજે 5 વાગે કોઇ અગમ્ય કારણસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર રાજપીપળા સિવિલ હોસ્પિટલમા કરાવી વઘુ સારવાર અર્થે તા.૨૮ જુલાઈ એ સવારે SSG હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરેલ જેનું સારવાર દરમ્યાન તા.૨૯ જુલાઈ એ મોત નિપજતા આમલેથા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(12:00 am IST)