Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પેપરલીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર જીત નાયકના 10 દિવસના રિમાન્ડની ગુજરાત ATS દ્વારા પર મંજૂરીની મહોર

પરીક્ષાનું પેપર કે.એલ.હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી ચોરી કર્યાનુ જીત નાયકે કબુલ કર્યુ

ગાંધીનગરઃ  પેપરલીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર જીત નાયકના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ગુજરાત ATSએ અનેક મહત્વના મુદ્દે પૂછપરછ બાકી હોવાથી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત ATS અન્ય કયા સરકારી પરીક્ષાના પેપરોની ચોરી કરી પેપરનો સોદો કેટલા રૂપિયામાં કરાયો,

ગુજરાત પેપરલીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર જીત નાયકના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ગુજરાત ATSએ અનેક મહત્વના મુદ્દે પૂછપરછ બાકી હોવાથી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત ATS અન્ય કયા સરકારી પરીક્ષાના પેપરોની ચોરી કરી પેપરનો સોદો કેટલા રૂપિયામાં કરાયો, કેટલા એડવાન્સ પેટે મેળવ્યા  અને રૂપિયા ક્યાં ગયા તેની વધુ પૂછપરછ કરશે. જીત નાયકે પરીક્ષાનું પેપર કે.એલ.હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી ચોરી કર્યું હતું.

આ પ્રિન્ટિંગ પ્રેસના કોઈ કર્મચારીઓની સંડોવણી હતી કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રદીપ નાયક અને જીત નાયકને સામસામે રાખીને પૂછપરછ તથા ઉલટ તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જુનિયર ક્લાર્કના પેપર લીકના આરોપીઓના કોર્ટે 10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કુલ 15 આરોપીઓને વડોદરાની જસ્ટિસ આર.આર. મિસ્ત્રીની કોર્ટમાં રજૂ કરાયા હતા. ATSએ તપાસ અંગેના વિવિધ કારણો દર્શાવીને આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે તમામના 11 દિવસના રિમાન્ડ પર મંજૂરીની મહોર મારી હતી.

મહત્વનું છે કે પેપર લીકની ઘટનાને લઇને ગુજરાતભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખીને ATS દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામ આરોપીઓને કોર્ટમાં લવાયા હતા. બીજીતરફ મુખ્ય સૂત્રધાર જીતનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. આ તરફ હજુ કોની કોની સંડોવણી છે તે દિશામાં પણ ATS તપાસ ચલાવી રહી છે.

(10:14 pm IST)