Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ગુજરાત સરકારે ફરી એકવાર વરિષ્ઠ અધિકારીઓની ફેરબદલીની કરી જાહેરાતઃ

ગુજરાતના વધુ એક સિનિયર આઈએએસ અધિકારી દિલ્હી દરબારમાં જવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજયના મહિલા આઈએએસ અધિકારી સોનલ મિશ્રા દિલ્હી ડેપ્યુટેશન પર જશે. સોનલ મિશ્રાને હાલ દિલ્હીમાં સ્કિલ ડેવલોપમેન્ટના જોઈન્ટ તરીકે મુકાયા

ગાંધીનગર: ગુજરાત સરકારે ફરી એકવાર વરિષ્ઠ અધિકારીઓની ફેરબદલીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના વધુ એક સિનિયર આઈએએસ અધિકારી દિલ્હી દરબારમાં જવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજયના મહિલા આઈએએસ અધિકારી સોનલ મિશ્રા દિલ્હી ડેપ્યુટેશન પર જશે. સોનલ મિશ્રાને હાલ દિલ્હીમાં સ્કિલ ડેવલોપમેન્ટના જોઈન્ટ તરીકે મુકાયા છે.

સિનિયર આઈએએસ અધિકારી સોનલ મિશ્રા ટૂંક સમયમાં ગુજરાતમાં ચાર્જ છોડી દિલ્હી ચાર્જ સંભાળશે. ગુજરાત સરકારે સોનલ મિશ્રાને આજે જ પંચાયત વિભાગનો વધારાનો હવાલો સુપ્રત કર્યો હતો.

આ સિવાય ટૂંક સમયમાં રાજ્યના અન્ય એક સિનિયર અધિકારી મનીષ ભારદ્વાજ પણ દિલ્હી જશે. જ્યારે સિનિયર આઈએએસ વિપુલ મિત્રાને GNFC ના અધ્યક્ષ બનાવાવાયા છે. આઈએએસ એકે રાકેશને વધારાનો ચાર્જ સોંપાયો છે. સિનિયર આઈએએસ કમલ દયાનીને વધારાનો ચાર્જ સોંપાયો છે અને ACS ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સનો ચાર્જ સોંપાયો છે.

(8:42 pm IST)