Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

Surat: સુરતમાં ફરી લેડી ડોન ભૂરીનો આતંક, જાહેરમાં કરી મારામારી, સામે આવ્યા સીસીટીવી

, સુરતઃ સુરત સહિત ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ભૂરી ડોને ફરી આતંક મચાવ્યો છે. લેડી ડોન તરીકે ઓળખાતી ભૂરીએ જાહેરમાં મારામારી કરી છે. આ મારામારીના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે ભૂરી ડોન હાથમાં તલવાર લઈને મારામારી કરી રહી છે. સ્થાનિકો પણ ભૂરી ડોનના ત્રાસથી પરેશાન છે.

પોલીસને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં ભૂરી ડોન પર કોઈ પગલા ભરાવા નથી. આ ઘટના બાદ સ્થાનિકો પુણા પોલીસ સ્ટેશને ભેગા થયા હતા.

ગુંડાગર્દી માટે જાણીતી છે ભૂરી ડોન
ભૂરી ડોન સુરતમાં પોતાની ગુંડાગર્દી માટે જાણીતી છે. આજે ફરી તેનો આતંક જોવા મળ્યો છે. ભૂરી ડોન તલવાર લઈને મારામારી કરતી હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. સ્થાનિકો પણ ભૂરીથી ત્રાસી ગયા છે. પોલીસને સ્થાનિકો દ્વારા ભૂરી ડોન અને તેના સાગરિતો પર કાર્યવાહી કરવાની રજૂઆતો કરવામાં આવી છે. આજે પણ પુણા પોલીસ સ્ટેશનમાં સ્થાનિકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃસુરતમાં નાલંદા વિદ્યાલય પાસે ઈન્જેક્શન અને દારૂનો નશો કરતા યુવકો CCTVમાં કેદ

આ પહેલાં પણ ચર્ચામાં રહી ચુકી છે ભૂરી ડોન
ભૂરી ડોન અનેકવાર ચર્ચાનું કેન્દ્ર બની ચુકી છે. આ પહેલા તેના જાહેરમાં મારામારી અને લુખ્ખાગીરી કરતા વીડિયો સામે આવ્યા હતા. તો ભૂરી ડોનના હાથમાં પિસ્તોલને હોય તેવા ફોટો પણ વાયરલ થઈ ચુક્યા છે. પરંતુ પોલીસ પણ તેની સામે કોઈ પગલા ભરી રહી નથી.

કોણ છે ભૂરી ડોન?
ઉના તાલુકાના ગાંગડા ગામની અસ્મિતા ગોહિલ નામની યુવતી આજે સુરતમાં લેડી ડોન ભૂરીના નામથી ઓળખાય છે. તે અનેકવાર ગુંડાગીરીને લઈને ચર્ચામાં આવી ચુકી છે. તે લોકોને ડરાવતી હોય છે. ગામડાની સીધી સાદી છોકરી અસ્મિતા સુરતમાં લેડી ડોન તરીકે જાણીતી થઈ ગઈ છે. તેના પિતા આજે પણ મજુરી કામ કરે છે. પરંતુ ભૂરી પોતાના ગુંડાગર્દીના કિસ્સાઓ માટે જાણીતી છે.

 

(11:58 pm IST)