Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ર૦ર૩-ર૪ ના વર્ષનું કેલેન્‍ડર જાહેર કરાયુઃ ઉમેદવારોમાં GPSC ની વેબસાઇડ અને એપ્‍લીકેશનની મુલાકાત લેવી જોઇએ

મે મહિનાથી શરૂ થશે પરીક્ષાઑ

ગાંધીનગરઃ GPSC એટ્લે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2023-24 નાં વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2023 માં યોજાનારી તમામ ભરતી ક્યાં સમયગાળામાં યોજાશે તેની તમામ વિગતો દર્શાવવામાં આવી છે. આ અંગેની વધારે માહિતી માટે ઉમેદવારોની GPSC ની વેબસાઇટ અને એપ્લીકેશનની મુલાકાત લેવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.

 

GPSC ના કેલેન્ડર મુજબ આગામી મે મહિનાથી પરીક્ષાઓ લેવાવાનું શરૂ થઈ જશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવા વર્ષના મે મહિનામાં કુલ 12 પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં નાયબ નિયામક, કાયદા અધિક્ષક, ટેકનિકલ ઓફિસર સહિતની અનેક ભરતી યોજાનાર છે.

ત્યાર પછીના મહિના જૂન 2023 માં કુલ 15 અલગ-અલગ જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે. જ્યારે જુલાઈ મહિનામાં 19 જેટલી જગ્યાઓ પર પરીક્ષા લેવાશે. ઓગષ્ટ મહિનામાં 6 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશેસપ્ટેમ્બર મહિનામાં 14 જેટલી પરીક્ષાઓ લેવામાં આવશે. ત્યાર પછીના ઓક્ટોબર મહિનામાં પણ 14 જેટલી પરીક્ષા લેવામાં આવશે. ત્યારે નવેમ્બર મહિનામાં કુલ 7 જેટલી પરીક્ષાઓનું આયોજન GPSC દ્વારા લેવામાં આવનાર છે. અને વર્ષના આખરી મહિના ડિસેમ્બર મહિનામાં પણ 13 જેટલી પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવનાર છે.

ડોક્ટરોની મોટાપાયે ભરતી

કેલેન્ડર પર નજર મારતે સ્પષ્ટ થાય છે કે આ વર્ષે GPSC ડોક્ટરોની મોટાપાયે ભરતી કરવાનું છે. કારણ કે દરેક મહિને એકાદ ભરતી મેડિકલ ફિલ્ડ સંબંધિત છે. જેમાં પીડિયાટ્રિશિયનથી લઈ ઓપ્થેલ્મોલોજિસ્ટ અને સાયકેટ્રીસ્ટ સહિતની પોસ્ટ પર ભરતી થવા જઇ રહી છે.

(11:42 pm IST)