Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

અમદાવાદના સોલા ઓવરબ્રિજ પાસે એક પરિવાર ઉપર 20થી વધુ લોકોના ટોળાનો હુમલો:ત્રણને ઇજા

જૂની અદાવતમાં નજીકમાં રહેતા પરિવારે હુમલો કર્યાની આશંકા ;ફ્લેટના લોકો પોલીસ સ્ટેશને દોડ્યા

અમદાવાદ ;શહેરના સોલા ઓવરબ્રિજ પાસે એક પરિવાર પર 20 વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલાની ઘટનાને પગલે અન્ય પરિવારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.જાણવા મલ્યા મુજબ સોલા ઓવરબ્રિજ પાસે આવેલા આકાશ એલિગન્સ ખાતે એક પરિવાર પર 20 જેટલા શખસોએ હુમલો કરતાં પરિવારના 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે  હોસ્પિટલ ખસેડાયા છે હુમલા અંગે હજુ સુધી કોઈ કારણ બહાર આવ્યું નથી પરંતુ  જૂની અદાવતમાં નજીક રહેતા પરિવારે હુમલો કરાવ્યાની શંકા સેવાઈ રહી છે. સોસાયટીના પરિવાર પર થયેલા હુમલાને લઈને ફ્લેટના રહેવાસીઓ સોલા પોલિસ સ્ટેશન દોડી ગયા હતા

(9:11 am IST)