Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

'નો માસ્ક નો એન્ટ્રી : હવે ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ક વગર પ્રવેશ નહીં : કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

યુનિવર્સિટીના પરિસરમાં 4 અથવા તેથી વધુના સમૂહને ભેગા મળવા પર પ્રતિબંધ મુકાયો

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસોથી દરરોજ 300થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે, ત્યારે સંક્રમણને અટકાવવા ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં ફેસ-માસ્ક પહેર્યા વગરના કોઈપણ વ્યક્તિને યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહિ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોનાથી બચાવને લગતા જારી કરાયેલા નવા નિયમો પ્રમાણે કોઈપણ અધ્યાપક, સ્ટાફના કર્મચારી કે મુલાકાતીઓને ફેસ માસ્ક પહેર્યા વગર ગુજરાત યુનિવર્સીટી કેપમ્સમાં પ્રવેશ મળી શકશે નહિ. એટલું જ નહિ યુનિવર્સિટીના પરિસરમાં 4 અથવા તેથી વધુ વ્યક્તિઓના સમૂહને ભેગા મળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિયમો આગામી આદેશ બહાર પાડવામાં નહિ આવે ત્યાં સુધી અમલમાં રહેશે

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની આસપાસ કોઈપણ પ્રકારના લારી-ગલ્લા ઉભા રાખી શકશે નહિ. આ અંગેની જાણ નવરંગપુરા પોલીસ સ્ટેશનને પણ કરવામાં આવી છે. આ સિવાય કોરોનાનો ચેપ વધુ ન ફેલાય તેના માટે ગુજરાત યુનિવર્સિટીના તાબા હેઠળ આવેલા તમામ ભવનોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ન યોજવાનો હુકમ કરવામાં આવ્યો છે

એટલું જ નહિ વિધાર્થીઓએ પણ જે તે વિભાગમાં અભ્યાસ કરતા હોય તેમના વિભાગીય વડાની પૂર્વ મંજૂરી વગર યુનિવર્સિટી પરિસરમાં આવું નહિ તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં રિસર્ચનો અભ્યાસ કરવા આવનાર છાત્ર – છાત્રાઓ વચ્ચે 6 ફૂટનો સોશ્યલ ડિસ્ટન્સ જળવાય અને કોરોનાથી બચાવ માટેના નિયમનોનું પાલન થાય એ માટે તમામ ભવનના HODએ પરિવારની ભાવના સાથે કાળજી રાખવીનું સૂચન કરવામાં આવ્યા છે.

આ સિવાય ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશતા અધ્યાપક, કોલેજના વિધાર્થીઓ અને સ્ટાફને સેનિટાઈઝેશન, સામાજિક અંતર સહિત તમામ SOPનું પલાન કરવું પડશે. GTUનું 10મો પદવીદાન સમારોહ માટેના ઓનલાઇન ફોર્મ ત્રીજી ડિસેમ્બરથી ભરવાનું શરૂ થશે

(8:18 pm IST)