Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

માલપુર-લુણાવાડા માર્ગ પર આવેલ આંકલીયા ગામે પુરપાટ ઝડપે જતી કાર બેકાબુ બની ડિવાઈડર કૂદી ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું કરુણ મૃત્યુ

મોડાસા:માલપુર-લુણાવાડા વચ્ચેના માર્ગ પર આવેલા આંકલીયા ગામના સ્ટેન્ડ નજીક પુરઝડપે હંકારતી કારના ચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતાં બેકાબુ બનેલ કાર ડીવાઈડર કૂદી રોંગ સાઈડે ઘૂસી ગઈ હતી. માલપુર તરફ થી આવતી કાર સાથે ટકરાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ જીવલેણ અકસ્માતમાં બેકાબુ બનેલ ઝેન કાર ના ચાલક અને સવારનું કરૃણ મોત નીપજયું હતું.જયારે સામે ની કારના ચાલકે જેઓને પણ આ અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી.તેમની ફરીયાદ ના આધારે માલપુર પોલીસે મૃતક આરોપી ચાલક વિરૂધ્ધ જ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતમાં બેકાબુ બની ટકરાયેલ  ઝેન કારનો કચુડલો વળી ગયો હતો.અને કાર ના ચાલક જગદીશભાઈ અમીચંદભાઈ પટેલ ઉ.વ.૩૭ અને કારમાં સવાર રામુભાઈ ભીલ ઉ.વ.૪૦ નાઓનું આ અકસ્માતમાં કરૂણ મોત નીપજયું હતું.વોક્સ વેગન કારના ચાલક વિવેકભાઈ વિનીતભાઈ બજૈલ રહે.૨૯ વાસી,નવી મુંબઈ (મૂળ રહે.નોઈડા-યુ.પી.)નાઓની ફરીયાદ બાદ માલપુર પોલીસે આ જીવલેણ અકસ્માતમાં મૃતક ચાલક વિરૂધ્ધ જ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટયા હતા અને આંશિક રીતે વાહન વ્યવહાર પ્રભાવીત થયો હતો.

(5:21 pm IST)
  • ઈરાની ચક્રાવાત નિવારના પસાર થયા બાદ હવે તેની અસર દેખાઈ : આગામી 24થી 36 કલાક સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા : ઠંડીનું જોર પણ વધશે : હવામાન વિભાગની આગાહી access_time 1:02 pm IST

  • વલસાડ : અચ્છારી નવીનગરી પાસે આવેલ દમણગંગા નદીના પટ્ટ પાસેથી આશરે ૭૦ જેટલી ફૂટેલી કારતૂસના ખાલી ખોખા મળી આવતા ચકચારઃ હજુ વધુ ખાલી ખોખા અને હથિયારો હોવાની શકયતાના આધારે પોલીસ તપાસ ચાલુ: છેલ્લાં ત્રણ દિવસથી ઍક મારૂતિ વાન અને અજાણ્યા બાઇક ચાલક રાત્રીના સમયે શંકાસ્પદ ફરી રહ્ના હોવાની ચર્ચા access_time 11:47 am IST

  • દેશમાં પ્રવર્તતી કોવિડ-૧૯ની પરિસ્થિતિની ચર્ચા કરવા મોદી સરકારે ૪થી ડિસેમ્બરે સવારે ૧૦:૩૦ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે access_time 2:01 pm IST