Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

દીવમાં એક્સપાયર થવાથી કબ્જે કરેલ બિયરની 85 હજાર બોટલ અને 1.60 લાખ ટીન પર બુલડોઝર ફેરવી દેવાયું

લોકડાઉનના કારણે હોટલો તથા લીકર શોપ બંધ હોવાથી દારૂના વેચાણને મોટો ફટકો પડ્યો

દીવમાં લોકડાઉનના કારણે હોટલો તથા લીકર શોપ બંધ હોવાથી દારૂના વેચાણને મોટો ફટકો પડ્યો હતો. લોકડાઉનમાં વેચાણ ન થવાને કારણે એક્સપાયર થવાથી કબજે કરવામાં આવેલા રૂપિયા 1.40 કરોડના બિયરના જથ્થા પર તંત્ર દ્વારા રવિવારે બૂલડોઝર ફેરવી દેવાયું હતું. પ્રશાસન દ્વારા 137 હોટલ અને બારમાંથી કબજે કરાયેલી બિયરની બોટલો 85 હજાર અને 1.60 લાખ ટીનના જથ્થા પર બૂલડોઝર ફેરવી દેવાયું હતું.


દીવમા લદાયેલા લોકડાઉનના કારણે દારૂની તમામ દુકાનો પણ બંધ કરાઈ હતી. અચાનક આ દુકાનો બંધ થતાં હોટલ અને બારમાલિકો પાસે મોટા જથ્થામાં બિયરની બોટલો અને બીયરના ટીન પડી રહ્યાં હતાં. બિયરની એક્સપાયરી ડેટ છ મહિનાની જ હોય છે. લોકડાઉનમાં જ આ એક્સપાયરી ડેટ પૂરી થતાં તમામ જથ્થો એક્પાયર થઈ ગયો હતો. એકસાઈઝ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક દુકાનોમાંથી એકસપાયર થયેલા બિયરના જથ્થાને કબ્જે કરવામાં આવ્યો હતો. રવિવારે આસિસ્ટન્ટ કમિશનર ઓફ એકસાઈઝ કમ ડેપ્યુટી કલેક્ટર પોતાની ટીમ સાથે ચક્રતીર્થ બીચ પર ડમ્પીગ સ્થળે આ જથ્થાનો નાશ કર્યો હતો. આ પગલાથી દીવ જિલ્લાના લીકરના વેપારીઓને ભારે નુકસાન થયું છે

(11:41 am IST)