Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ગોપાલપુરા ચાર રસ્તા પાસે ટ્રેક્ટર અને મો.સા.વચ્ચે અકસ્માતમાં ગંભીર ઇજા થતા મો.સા.ચાલકનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામના ચાર રસ્તા પાસેથી પુરપાટ આવતા ટ્રેક્ટર નં.GJ.22.A.6634ના ચાલકે વાવડીથી ઝૂંડા જતા મો. સા. નં. GJ .22 .M. 4480ના ચાલક નરેન્દ્રભાઈ કાનજીભાઈ વસાવા(૨૧) ને ટ્રેક્ટર ની ટ્રોલી મો.સા.સાથે અથડાતા ગંભીર ઇજાઓ કરતા સારવાર દરમિયાન નરેન્દ્રનું મોત થયું હતું. જ્યારે અકસ્માત બાદ  ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર લઈ નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:09 pm IST)