Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

સાબરકાંઠા જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રની ટીમે બે દિવસની અંદર ખનીજ ચોરી કરતા ચાર ટ્રકોને ઝડપી લઇ 70 લાખનો મુદામાલ ઝડપ્યો

સાબરકાંઠા:જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખનિજ માફીયાઓ અવનવી યુક્તિ પ્રયુક્તિ વાપરીને સરકારી આવકની ચોરી કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ભુસ્તરશાસ્ત્રીની ટીમે બે દિવસમાં તલોદ તાલુકાના રોઝડ-બોરીયા પાસેથી ખનિજ ચોરી કરતા ચાર ટ્રકોને ઝડપી લઈ અંદાજે રૂ.૭૦ લાખનો મુદ્દામાલ સીઝ કરીને ખનિજ ચોરી કરતા તત્વોને રૂ.૧૦ લાખનો દંડ ફટકાર્યો છે.

ભુસ્તરશાસ્ત્રી સુભાષભાઈ જોષીના જણાવાયા મુજબ તલોદ તાલુકામાંથી પસાર થતા કેટલાક વાહનોમાં પાસપરમીટ વગર અનેક ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરીને જતા વાહનો અંગે ખાણખનીજ વિભાગને માહિતી મળી હતી. જે આધારે ખાણખનિજ વિભાગની ટીમે મંગળવારે અને બુધવારે રાત્રે રોઝડ-બોરીયા રોડ પર આવેલ વેણાનાછાપરા નજીક મધરાત્રે પસાર થતા વાહનોનું આકસ્મિક ચેકીંગ શરૂ કર્યુ હતું. જેમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરીને જતા કેટલાક ટ્રકોને ઝડપી લીધા હતા.

(6:05 pm IST)