Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વડોદરામાં તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસે લૂંટ ચલાવનાર લોકોને ઝડપવા વાહન ચેકીંગનું ઝુંબેશ હાથ ધર્યું

વડોદરા:શહેરમાં આવેલ સોનાની દુકાનો - શોરૂમ આંગડીયા પેઢીઓ તેમજ ફાયનાન્સ પેઢીઓ અને બેન્કો - ટી એમના લોકો રોકડ ઉપાડ માટે તેમજ સોના ચાંદીની ખરીદી કરવા માટે વધારે પ્રમાણમાં આવતા હોય જેના કારણે રોકડ રકમ તેમજ સોના - ચાંદીના દાગીનાઓની ચીલ ઝડપ, ચોરી તેમજ લુટો થવાના બનાવો બનતા હોય અને આવા કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે તકેદારી રાખવાની સુચના પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ તથા જોઈન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાનાઓ તરફથી મળી હોય, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજા તથા એસીપી  ડી.એસ. ચૌહાણનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર .બી.જાડેજા સહિતની કુલ 06 ટીમો બનાવવામાં આવી છે.  

ગઇકાલે રાત્રીના સમયે અકોટા બ્રીજ. પંડયા બ્રીજ, ગોત્રી યશ કોમ્પલેક્ષ, રેલ્વે સ્ટેશન, બસ ડેપો, વિશ્વામિત્રી રેલ્વે સ્ટેશન, સુશેન સર્કલ, નરહરી સર્કલ, કપુરાઇ ચોકડી ખાતે કુલ- 91 ઓટોરીક્ષામાં રજીસ્ટર નંબરો, લાયસન્સ તેમજ ગેરકાયદેસર વસ્તુઓનુ સધન ચેકીંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(6:02 pm IST)