Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સુરતના કામરેજમાંથી મળેલ ૨૫ કરોડથી વધુ શંકાસ્પદ નોટોનું પગેરું સૌરાષ્ટ્ કાલાવડ સુધી લંબાયું

વધુ ૨૦ કરોડ મળ્યાનું જામનગર એસપી પ્રેમ સુખ ડેલું દ્વારા સમર્થન, હજુ મોટી રકમ સાથે મોટું ષડયંત્ર હોવાનો સુરત ગ્રામ્ય એસપી હિતેષ જોયસરનો અકિલા સમક્ષ ધડાકો

રાજકોટ: સુરત જિલ્લાના કામરેજમાં એક એમ્બુલન્સમાંથી મળેલ ૨૫ કરોડ અને ૮૦ લાખની ફિલ્મોમાં ઉપયોગમાં લેવાતી નોટોનું પગેરું જામનગર જિલ્લાના કાલા વાડ તાબાના મોટા વડાળાં સુધી નીકળતા સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન દ્વારા સુરત ગ્રામ્યના એસપી હિતેષ જોયસર સાથે પરામર્શ કરી એક ખાસ ટીમ મોકલી હતી જેની સાથે જામનગર એસ. ઑ.જી.ને જામનગર જિલ્લા પોલિસ વડા પ્રેમ સુખ ડેલું દ્વારા મદદમાં મોકલેલ જેને સફળતા મલી છે, મોટા વડાળા ગામમાંથી એક શખ્સ પાસેથી ભુક્કના ઢગલામાં ૨૦ કરોડ મળ્યાનું અકિલા સાથેની વાતચીતમાં જામનગર એસપી પ્રેમ સુખ ડેલુ દ્વારા જણાવાયું છે, સુરત રૂરલ એસપી હિતેષ જોયસર દ્વારા આ સંખ્યા હજુ વિશેષ થશે તેમ જણાવેલ છે.સુરતના કામરેજમાંથી મળેલ ૨૫ કરોડથી વધુ શંકાસ્પદ નોટોનું પગેરું સૌરાષ્ટ્ કાલાવડ સુધી લંબાયું, વધુ ૨૦ કરોડ મળ્યાનું જામનગર એસપી પ્રેમ સુખ ડેલું દ્વારા સમર્થન, હજુ મોટી રકમ સાથે મોટું ષડયંત્ર હોવાનો સુરત ગ્રામ્ય એસપી હિતેષ જોયસરનો અકિલા સમક્ષ ધડાકો

(9:26 pm IST)