Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

પાવાગઢ ખાતે મંદિરનું નવિનીકરણ થયા બાદ ટ્રસ્‍ટ દ્વારા મંદિરને સુશોભિત કરાતા અનેરા દ્રશ્‍ય સર્જાયાઃ મંદિરમાં ભક્‍તોનું ઘોડાપુર

પાવાગઢ ચાચર ચોકમાં કીર્તિદાન ગઢવીના સુર સાથે ભવ્‍ય ગરબાનું આયોજન

પંચમહાલઃ શક્‍તિપીઠ પાવગઢના મંદિરનું નવિનીકરણ થયા બાદ મંદિરને લાઇટ, ડેકોરેશનથી શણગારાતા અદ્‌ભુત દ્રશ્‍યો સર્જાયા હતા. હાલ નવરાત્રીના સમયે મંદિર ગર્ભગૃહમાં ભક્‍તોની ભીડ જામી છે. રાજ્‍ય સરકાર દ્વારા પાવગઢ ચોકમાં કિર્તીદાન ગઢવીના સુરત સાથે ભવ્‍ય ગરબાનું આયોજન બાદ ડુંગર ઉપર મંદિર પરિસરમાં ગરબાની રમઝટ જામી છે.

નવરાત્રિનો તહેવાર જામી રહ્યો છે અને આજે ચોથું નોરતું છે. રાજ્યમાં માતાજીની ભક્તિ સાથે ગરબાનો માહોલ જામ્યો છે. નવરાત્રી સમયે શક્તિપીઠ દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે અમાસના દિવસથી જ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. મહાકાળી માતાજીના પૂર્ણ અને વિશેષ સુવિધાઓ સભર મંદિરનું નવીનિકરણ થયા બાદ ભક્તોની આસ્થામાં વધારો થયો હોય છે. હવે અહીં દર રવિવારે ભક્તોના ઘોડાપૂર ઉમટે છે.

ભક્તોની આસ્થાને ધ્યાને રાખી મહાકાળી મંદીર ટ્રસ્ટ દ્વારા પણ મંદિરને સુશોભિત અને આકર્ષણમાં ઉમેરો કરી ભક્તોની આસ્થાને કેન્દ્રીત કરવા નવા-નવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. હાલ નવરાત્રીના સમયે મંદિર ગર્ભગૃહ અને બહારની બાજુએ જે લાઇટિંગ કરવા માં આવ્યું છે, તે મંદિરની શોભામાં અનેક ગણો વધારો કરી રહ્યું છે. તેમાંય જો આ લાઇટિંગનો એરિયલ વ્યૂ ડ્રોનની નજરે જોશો તો આશ્ચર્ય ચકિત થઈ જશો. જો સુખદ આશ્ચર્ય સાથે જય માં મહાકાળી અવશ્ય બોલી ઉઠશો !

ઉલ્લેખનિય છે કે બીજા નોરતે રાજ્ય સરકાર દ્વારા પાવાગઢ ચાચર ચોકમાં કીર્તિદાન ગઢવીના સુર સાથે ભવ્ય ગરબાનું આયોજન કર્યા બાદ હવે ડુંગર ઉપર  નિજ મંદિર પરિસરમાં પણ ગરબાની રમઝટ જામવા લાગી છે. ગતરોજ મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિતના રાજ્યોમાંથી આવેલા ભક્તો સહિત મંદિરના કર્મચારીઓ અને ટ્રસ્ટીઓ પણ ગરબે ઘૂમ્યા હતા. નિજ મંદિર પરિસરમાં માં મહાકાળી સન્મુખ સૌએ ગરબા રમી ધન્યતા અનુભવી હતી. જો કે નિજ મંદિર પાસે અગાઉની સ્થિતિએ આ સંભવ નહોતું. પરંતુ જ્યારથી મંદિર નવીનિકરણ થયું છે, ત્યારથી તમામ સુવિધાઓ સાથે ભક્તો શાંતિથી દર્શન સહિત રાત્રીના સમયે ગરબાનો પણ લ્હાવો લઈ રહ્યાં છે.

(5:41 pm IST)