Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વડોદરામાં વાહન ચેકીંગ દરમ્યાન ચાલકે પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરતા ગુનો દાખલ

વડોદરા: ગતરોજ સાંજે બાપોદ પોલીસ મથકના જવાનો સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગની કામગીરીમાં હતા.તે સમયે પોલીસે એકટીવા ચાલકને રોકી લાયસન્સ તથા આરસી બૂકની માંગણી કરી રજીસ્ટરમાં નોંધ કરવા જણાવ્યું હતું. આ દરમ્યાન એકટીવા ચાલકે ક્યા ટાઈમ પાસ કરતા હૈ , રોજ કા નાટક લગા રખા હે તેમ કહી પોલીસ કર્મીને  અપશબ્દ બોલ્યા હતા. અને હેલ્મેટ મારવા માટે ઉગામી જણાવ્યું હતું તેરી ઓકાત ક્યા હૈ તું મુજે પહેચાનતા નહીં હૈ તુઝે જમીનમે ગાડ દુગા. આ દરમિયાન ફરજ પરના સહ પોલીસ કર્મીઓ એકટીવા ચાલકને લઈ પોલીસ મથકે પહોંચતા પોલીસ ચોકીમાં પણ એકટીવા ચાલકે મહિલા પોલીસ સાથે પણ ઝપાઝપી કરી અપશબ્દો બોલ્યા હતા. સરકારી કામગીરીમાં દખલગીરી બદલ એકટીવા ચાલક અનુજ ચાંદમલ  મંડોવારા ( રહે-  સિદ્ધાર્થ વાટીકા , સમા સાવલી રોડ/  મૂળ રાજસ્થાન) વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:37 pm IST)