Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સરગાસણાંમાં એક હોટેલમાં ધમધમતા વિદેશી દારૂના વેપલા પર ક્રાઇમબ્રાન્ચની ટીમે દરોડા પાડી 144 બોટલ ઝડપી મેનજરની ધરપકડ કરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણાં કેપીટલ આઇકોન કોમ્પલેક્સમાં આવેલી હોટલ શિવઇનમાં ચાલતા વિદેશી દારૃના વેપલા ઉપર લોકલક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો અને વિદેશી દારૃની ૧૪૪ બોટલો સાથે મેનેજરની ધરપકડ કરી લીધી હતી.તો દારૃનો જથ્થો પુરો પાડનાર સેક્ટર-૨૫ના બુટલેગર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતા પરપ્રાંતમાંથી મોટાપ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરીને દારૃની હાટડીઓ ઉપર દરોડા પાડી રહી છે.રજ્યના પાટનગર ગાંધીનગરમાં જ સરગાસણમાં આવેલી હોટલ શિવઇનમાં વિદેશી દારૃનો જથ્થો રાખીને તેનો વેપલો થતો હોવાની બાતમી ગાંધીનગર એલસીબી-૨ પીઆઇ જે.એચ.સિંધવની ટીમને મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા અહીં દરોડો પાડવામાં આવતા હોટલના મેનેજર હર્ષિલ મુકેશભાઇ વાળંદ રહે.બી-૨૦૪, રીવરગ્રીન,સંજરીપાર્ક સામે પેથાપુર હાજર મળી આવ્યો હતો. જેને સાથે રાખી હોટલના ધાબા ઉપર તપાસ કરતા વિદેશી દારૃની અલગ અલગ પેટીઓમાંથી ૧૪૨ બોટલ મળી આવી હતી. આ દારૃ સંદર્ભે પુછપરછ કરતા સેક્ટર-૨૫માં રહેતા સિધ્ધરાજ જાદવ નામના શખ્સે આ દારૃનો જથ્થો પુરો પાડયો હતો. જેથી પોલીસે તેની સામે પણ ગુનો દાખલ કરીને ધરપકડ માટે મથામણ શરૃ કરી છે.

(5:35 pm IST)