Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સુરતમાં અફઝલ પાસેથી પકડાયેલ ૧.૬૫ કરોડનું ડ્રગ્‍સ મુંબઇના ડ્રગ્‍સ માફિયા બબલુનુ હોવાનો ધડાકો

રાજસ્‍થાનનો ગુરૂથી જાણીતો શખ્‍સ સુરત મુસાફરના રૂપમાં આવી રેલવે સ્‍ટેશન પરથી ફોન કરી ડિલિવરી આપવાનો હોવાનું ક્રાઇમબ્રાંચ સમક્ષ રટણ કરી રહ્યો છેઃ આરોપી સત્‍ય બોલે છે કે કેમ? તે જાણવા પોલીસ કમિશનર અજયકુમાર તોમર, એડી.પોલીસ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ દ્વારા મોબાઇલ કોલ ડીટેલ્‍સ માટે સાયબર ક્રાઇમ એસીપી યુવરાજસિંહ ગોહિલ સહિત નિષ્‍ણાતોની ટીમ કામે લગાડી : સીપી દ્વારા મુંબઇ પોલિસને મુખ્‍ય ડ્રગ્‍સ માફિયા અંગે એલર્ટ કરવા સાથે વિશેષ ટીમો મુંબઇ મોકલવા ક્રાઇમ બ્રાંચના વડા સાથે ચર્ચા બાદ નિર્ણય: કોલ ડીટેલ્‍સની વિગતો મળ્‍યે ડ્રગ્‍સ સિન્‍ડિકેટ સભ્‍યોને દબોચી લેવા ભારે ધમધમાટ, સુરત ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા સુરત અને જિલ્‍લાના શંકાસ્‍પદ સ્‍થળો પર બાતમીદારો ગોઠવાયા

રાજકોટ તા.૩૦: સુરતને ડ્રગ્‍સ મુકત બનાવવાના પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિત સમગ્ર સુરત પોલિસ દ્વારા લોકોના સહકારથી ચાલતું અભિયાન ફરી એક વખત રંગ લાવ્‍યું છે, સુરતની સરોલી પોલીસ દ્વારા ૧.૬૫ કરોડના એમડી ડ્રગ્‍સ સાથે રાજસ્‍થાની યુવકની ધરપકડ કરી મામલાની ગંભીરતા સમજી પોલીસ કમિશનર દ્વારા સમગ્ર મામલાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્‍ચના વડા શરદ સિંઘલના નેતૃત્‍વમાં ક્રાઇમ બ્રાન્‍ચને સુપરત કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સુરત પોલિસ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ પકડાયેલ કહેવાતા ડ્રગ્‍સ સપ્‍લાયરનું નામ અફઝલ ઉર્ફે ગુરૂ છે.  ટ્રાવેલિંગ બેગમાંથી કેફી પદાર્થ મલી આવ્‍યો છે.

આરોપીની ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા ચાલતી સઘન તપાસમાં નીયોલ ચેકપોસ્‍ટ નજીક ઝડપાયેલ આ આરોપી મુંબઇના નાલા સોપારામાંથી ડ્રગ્‍સ બબલુ પાસેથી મેળવ્‍યુ હોવાનું બહાર આવેલ છે.

સુરતમાં આ જથ્‍થો કોન લેવા આવવાનું હતું તેવા સવાલના જવાબમાં સુરત રેલવે સ્‍ટેશન પર ફોન કરી ડિલિવરી આપવાની હતી, આરોપી સાચું કહે છે કે કેમ? તે જાણવા માટે તેની મોબાઇલ કોલ ડીટેલ્‍સ મેળવવા પોલીસ કમિશનર અને એડી. પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા આદેશ આપવામાં આવ્‍યા છે.

આરોપી ખરેખર સત્‍ય બોલે છે કે કેમ? તે માટે સૌરાષ્‍ટ્રની પ્રચલિત આગવી ઢબે પૂછપરછ કરવા પણ ક્રાઇમ બ્રાન્‍ચ રેડી છે, આરોપી આ પહેલા પણ સુરતમાં ડીલેવરી કરી ચૂકયો છે.

ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા આરોપીની કોલ ડીટેલ્‍સ મેળવવા ક્રાઇમ બ્રાંૅચ નિષ્‍ણાત ટીમ સાથે સુરત સાયબર ક્રાઇમ એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમની પણ મદદ લેવામાં આવે તેવી પુરી સંભાવના છે. ટેકનિકલ નિષ્‍ણાતો દ્વારા આરોપીના મોબાઇલ ફોન આધારે તેના બાકીના ગેંગ મેમ્‍બરો ઝડપી લેવામાં આવશે, મુંબઇ પોલીસને પણ જાણ કરી બબલુ અંગે માહિતી આપી છે. ક્રાઇમ બ્રાન્‍ચ ટીમ મુંબઇ પણ વિશેષ તપાસ અર્થે મોકલવા તજવીજ ચાલી રહી છે.

(3:47 pm IST)