Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સામાન્‍ય નાગરિકની જેમ ટિકિટ લઈને પીએમ મોદીએ વંદેભારત ટ્રેનમાં મુસાફરી કરી

અમદાવાદ, તા.૩૦: નવરાત્રિના પાંચમા નોરતે ગુજરાતને એક જ દિવસમાં બે મોટી ભેટ મળી. નરેન્‍દ્રભાઇ મોદીએ આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરથી મુંબઈ સુધી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી છે, તો સાથે જ કાલુપુરથી મેટ્રો ફેઝ-૧ની શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના નાગરિકોને આ મોટી ભેટ આપી છે. દેશની ત્રીજી વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેનની પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શરૂઆત કરાવી. પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગર રેલવે સ્‍ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. જોકે, તેઓ પોતે આ ટ્રેનમાં સવાર થઈને અમદાવાદ પહોંચ્‍યા હતા. જોકે, ખાસ વાત એ છે કે, તેમણે ટિકિટ લઈને વંદેભારત ટ્રેનમાં મુસાફરી હતી. હાલ તેમણે ખરીદેલી ટિકિટની તસવીર પણ સામે આવી છે.

દેશની ત્રીજી વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેનની પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગાંધીનગર રેલવે સ્‍ટેશનથી લીલી ઝંડી બતાવીને ટ્રેનની શરૂઆત કરાવી હતી આ પ્રસંગે રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત, રેલવે મંત્રી પિયુષ ગોયલ, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્‍ચે ચાલશે. વંદે ભારત ટ્રેનમાં બેસીને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી અમદાવાદ રેલવે સ્‍ટેશન પહોંચ્‍યા હતા.

વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્‍ચે દોડશે. ઉદઘાટન બાદ વંદે ભારત ટ્રેનમાં બેસીને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી અમદાવાદ રેલવે સ્‍ટેશન પહોંચ્‍યા. તેમની સાથે પહેલીવાર આ ટ્રેનમા મુસાફરીને કરીને અમદાવાદ પહોંચેલા લોકો માટે આ મુસાફરી ખાસ રહી હતી. પીએમ મોદીએ તેમની સાથે ચર્ચા કરી હતી. જોકે, ખાસ વાત એ છે કે, પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા મુસાફરી માટે ટિકિટ લીધી હતી. તેઓએ એક સામાન્‍ય નાગરિકની જેમ ટિકિટ લઈ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી.

(3:17 pm IST)