Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સુરતથી ટુંક સમયમાં ખાસ કાર્ગો ટ્રેન કાશી સુધી દોડશે : નરેન્‍દ્રભાઇ

શહેરના કપડા વેપારીઓને મોટી સવલતની જાહેરાત

સુરત,તા. ૩૦ : નરેન્‍દ્રભાઇ બે દિવસીય ગુજરાતની મુલાકાતે ગઇ કાલે સુરત પહોંચ્‍યા હતા. જ્‍યાં તેમને ૨ કિ.મી. લાંબો રોડ-શો યોજાયો હતો. આ દરમિયાન ૨૦ જેટલી જગ્‍યાઓ પરથી તેમનું પારંપરીક સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું.

રોડ-શો બાદ લીંબાયત ખાતેની જનસભાને નરેન્‍દ્રભાઇએ નવરાત્રીની શુભકામના આપી સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે જણાવેલ કે સુરતના કપડાના વેપારીઓની જરૂરીયાત મુજબ સરકાર મોટુ કાર્ય કરવા જઇ રહી છે. કપડાનું  ખૂબ જ મોટુ બજાર કાશી અને પૂર્વી ઉતર પ્રદેશ સાથે જોડાયેલુ છે.

સુરતથી અત્‍યાર સુધી કપડા બજારથી માલ-સામાન ટ્રકો દ્વારા મોકલવામાં આવતો હતો. પણ હવે રેલ્‍વે અને પોસ્‍ટ વિભાગે નવુ સમાધાન શોધ્‍યુ છે.  ટુંક સમયમાં સુરતથી કાશી અને પૂર્વી યુપીના ભાગોમાં માલવાહક ટ્રેનોથી કપડા જશે. રેલ્‍વેએ ખાસ કોચની ડીઝાઇન તૈયાર કરી છે. જેમાં કાર્ગો ફીટ હશે. એક ટનના કંટેનર પણ બનાવવામાં આવી રહ્યા છે.

નરેન્‍દ્રભાઇએ પોતાના ૨૫ મીનીટથી વધુના સંબોધન દરમિયાન સુરતના વિકાસ, શહેરના પ્રયત્‍નોની અઢકળ વાતો કરી હતી. ત્‍યારબાદ તેઓ અમદાવાદ પહોંચ્‍યા હતા. અને ૩૬મી નેશનલ ગેમ્‍સનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

(1:57 pm IST)