Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વડોદરા હાઇવે નજીક ટેન્કર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા બે વર્ષીય બાળકીનું ગંભીર ઇજાથી મોત

વડોદરા: શહેરનાડભોઇરોડ રતનપુર ગામ  પાસે આવેલા અક્ષરસિટિમાં રહેતા હેતલબેન મેહુલભાઇ પરમાર બ્યુટી પાર્લરનો કોર્સ કરે છે.આજે સવારે તેઓ ઘરેથી સ્કૂટર પર બે વર્ષની પુત્રીને લઇને બ્યુટી પાર્લરના ક્લાસમાં જતા હતા.હાઇવે પર સિદ્ધાર્થ હાઇટ્સ નાકા પાસે ટ્રાફિક જામ  હોય હેતલબેન નીકળવા જતા હતા.પરંતુ,રોડ પરના ખાડામાં તેમનું સ્કૂટર પડતા પાછળથી આવતા ટેન્કરના ચાલકે તેમને અડફેટે લેતા સ્કૂટર પર બેસેલી તેમની બે વર્ષની  પુત્રીને માથામાં અને છાતીમાં ગંભીર ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્ત પુત્રીને અન્ય એક મહિલાના સ્કૂટર પર સારવાર માટે હોસ્પિટલમાં લઇ  જતા ડોક્ટરે તેમની  પુત્રીનું મરણ થયું હોવાનું જણાવ્યું હતુ.પોલીસે ટેન્કરના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે,સ્કૂટર ચલાવતી મહિલા પાસે ડ્રાયવિંગ લાયસન્સ નથી.

જ્યારે અન્ય એક બનાવમાં શહેર નજીકના  રણોલી ગામમાં રહેતા બળવંત બચુભાઇ મકવાણા  અને તેમના પત્ની વર્ષાબેન ગત તા.૨૫ મી ના રોજ બાઇક પર સંખેડા જતા હતા.અમદાવાદથી સુરત જવાના રસ્તા પર વાઘોડિયા બ્રિજ પાસે બાઇક સ્લિપ થઇ જતા પતિ પત્ની નીચે પડયા હતા.ઇજાગ્રસ્ત બળવંતભાઇનું સારવાર દરમિયાન મોત થયુ હતું.બાપોદ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:17 pm IST)