Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પાટણમાં સસ્તા અનાજની દુકાનમાંથી ઘઉંનો જથ્થો લઇ બારોબાર ગંજ બજારમાં વેચવામાં આવતા પોલીસ ફરિયાદ

પાટણ:શહેરના બુકડી વિસ્તારમાં નિલેશ માખીજા નામના ઇસમની સસ્તા અનાજની દુકાન આવેલ છે.જે દુકાનદાર દ્વારા ગ્રાહકો માટે સરકાર દ્વારા આપવામાં આવતો ઘઉંનો જથ્થો સગેવગે કરીને કાળા બજારમાં ગુરૂવારના રોજ વહેલી સવારે છકડામાં ભરીને નીકળવાનો હોવાની બાતમી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વોચ ગોઠવી સવારે દુકાનના ગોડાઉનમાંથી ૨૦ બોરી ઘઉંના કટ્ટા ભરીને શહેરના નવા ગંજ વિસ્તારમાં આવેલ ૩૯ નંબરની  નરેન્દ્ર જયંતિલાલ પટેલ નામની પેઢી ઉપર ખાલી કરવામાં આવ્યા હતા.

 આ માલ દુકાનમાં ઉતારવામાં આવતા  આમ આદમીના કાર્યકરો દ્વારા તાત્કાલિક મામલતદારને ફોન ઉપર આ મામલે જાણ કરવામાં આવતા મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ટીમે સસ્તા અનાજની દુકાનમાંથી લાવેલ માલની ખરાઇ કરીને માલ સીલ કરી પુરવઠા વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો.

(6:08 pm IST)