Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુઓ માટે આશીર્વાદ સમાન મધર મિલ્ક બેન્ક શરૂ કરાશે : મશીનરી માટે પ્રથમ તબક્કામા ૪૦ લાખ રૂપિયા ફાળવાયા

રાજકોટ તા.૩૦, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકે તે માટે મધર મિલ્ક બેન્ક શરૂ કરાશે. આ મધર મિલ્ક બેન્ક જે નવજાત બાળકો ફિડિંગ ન કરી શકતા હોય તેમના માટે આશીર્વાદ સમાન છે. આ મધર મિલ્ક બેન્ક માટે મશીનરી પણ ખરીદાઈ છે. પ્રથમ તબક્કા માટે 40 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

(3:37 pm IST)