Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મધ ઉત્પાદનમાં બનાસ ડેરી દેશમાં સૌથી મોખરેઃ મોદીની શુભેચ્છા મુલાકાતે ચેરમેન શંકર ચૌધરી

રાજકોટ : ઉતર ગુજરાતના પાલનપુરની વિશ્વ વિખ્યાત સહકારી સંસ્થા બનાસ ડેરીના ચેરમેન અને રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રીશ્રી શંકર ચૌધરીએ ગઇ કાલે નવી દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત લઇ ડેરીની હરણફાળ પ્રગતિ વિશે વાત કરેલ. નરેન્દ્રભાઇની કલ્પના મુજબ બનાસ ડેરીએ મધ ઉત્પાદનમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. શ્રી ચૌધરીએ બનાસ ડેરીનું મધ અને ઘી વડાપ્રધાનને ભેટ આપ્યુ હતું.

(12:01 pm IST)