Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

બપોરે 2 વાગ્યે CBSE બોર્ડના ધોરણ-12નું પરિણામ જાહેર કરશે :પરિણામ પહેલાં રોલ ફાઇન્ડર જાહેર

લિંકનો ઉપયોગ કરીને વિદ્યાર્થી પોતાની વ્યક્તિગત જાણકારી જેમ કે માતા-પિતાનું નામ શેર કરી પોતાનું કોલ નંબર મેળવી શકે

અમદાવાદ :  CBSE  આજે બપોરે 2 વાગ્યે ધો-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરશે પરિણામની જાહેરાત કરતા પહેલા ધોરણ 10 અને 12 માટે સીબીએસઈએ રોલ નંબર ફાઈંડર લોન્ચ કર્યુ છે. આ લિંક cbse.gov.in પર સક્રિય છે. આ લિંકનો ઉપયોગ કરીને વિદ્યાર્થી પોતાની વ્યક્તિગત જાણકારી જેમ કે માતા-પિતાનું નામ શેર કરી પોતાનું કોલ નંબર મેળવી શકે છે.

 ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ તેમના રોલ નંબર મેળવવા માટે તેમના માતા અને પિતાનું નામ અને તેમની જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. ધોરણ 12 માટે, વિદ્યાર્થીઓને તેમના માતાપિતાના નામ તેમજ તેમના શાળાના કોડની જરૂર પડશે. તેમજ વિદ્યાર્થીઓ તેમની સંબંધિત શાળામાં ફોન કરીને તેમનો કોડ ચકાસી શકે છે.

પરીક્ષા નિયામક દ્વારા આપવામાં આવી જાણકારી સીબીએસઈના પરીક્ષા નિયામક (પટના) સંયમ ભારદ્વાજે કહ્યું છે કે મને વિશ્વાસ છે કે અમે ધોરણ 12નું પરિણામ સમયસર તૈયાર કરી શકીશું. શાળાઓને આ પ્રક્રિયામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે પ્રથમ વખત આ રીતે પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

સીબીએસઈ બોર્ડ શાળાઓને જરૂર પડતી તમામ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. સીબીએસઇએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ ધોરણ 10નું પરિણામ જોવા માટે રોલ નંબર જરૂરી છે તે વિદ્યાર્થીઓએ જે -તે શાળામાંથી મેળવવાનો રહેશે.

પરીણામ ચકાસવા માટે, સૌ પ્રથમ સીબીએસઈની ઑફિશિયલ વેબસાઇટ, cbse.gov.in પર જાઓ. પરીણામ ટેબ પર ક્લિક કરો એક નવું પેજ ખુલશે CBSE EXAM RESULT સીબીએસઇ ધોરણ 10 ના પરિણામ અને સીબીએસઇ ધોરણ 12 ના પરિણામની લિંક પર ક્લિક કરો. તમારો રોલ નંબર, સેન્ટર નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ આઈડી દાખલ કરો. સબમિટ વિકલ્પ પર ક્લિક કરો. તમારું પરિણામ તમે સ્ક્રીન પર જોઈ શક્શો. પરિણામને ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે સાચવીને રાખો

(10:53 am IST)