Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

અમદાવાદના રામોલ વિસ્તારમાં અંગત અદાવતમાં હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ

આરોપીઓ વિરુદ્ધ અગાઉ નોંધાવેલી ફરિયાદની અદાવત રાખી હુમલો કર્યો;રામોલ પોલીસે બે આરોપીઓના નામજોગ તેમજ અજાણ્યા 6 લોકો વિરોધ હત્યાના પ્રયાસની અને હથિયાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો

અમદાવાદ : શહેરના રામોલ વિસ્તારમાં અંગત અદાવતમાં હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદીએ અગાઉ નોંધાવેલી ફરિયાદની અદાવત રાખી હુમલો કર્યો. જે અંગે રામોલ પોલીસે બે આરોપીઓના નામજોગ તેમજ અજાણ્યા 6 લોકો વિરોધ હત્યાના પ્રયાસની અને હથિયાર ધારાની કલમો હેઠળ ગુનો નોધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી.

શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોરબી સીરામીક મેદાન પાસે ગત મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. ફ્રેક્ચર ગેંગ સાથે સંકળાયેલા આરોપીઓ વચ્ચે ચાલતી ગેંગવોરમાં આ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું પોલીસ માની રહી છે. ગઈકાલે મોડી રાતે ખોખરામા જગન મદ્રાસી પર થયેલા હુમલા બાદ ફરિયાદી આકાશ પરિહાર જગન ને મળવા એલજી હોસ્પિટલ ગયો હતો. જ્યાં આ કેસના આરોપી ભુપેન્દ્ર ઉર્ફે શીલુ ખટીક અને સંદીપ પાટીલ ત્યાં હાજર હતા. જેથી ફરિયાદી તેના મિત્રો સાથે હોસ્પિટલ થઈ નીકળી ગયો. તેમ છતા આરોપી એ તેનો પીછો કરી રામોલ મા આવી હુમલો કર્યો જે અંગે પોલીસે હત્યાના પ્રયાસ, રાયોટીંગ અને હથિયાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

 

(11:55 pm IST)