Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

વડોદરા :એસઓજીએ ડ્રગ્સ સપ્લાય કરનાર કેરિયરની ધરપકડ: વડોદરાની નામચીન ગેંગની ખુલી સંડોવણી

વડોદરાની નામચીન બિચ્છુ ગેંગના સાગરિત તનવીર ઉર્ફે તન્નુ અને અન્ય સાગરીતોને મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરનાર મધ્યપ્રદેશના એક કેરિયરને એસઓજીએ ઝડપી પાડ્યો

વડોદરાની નામચીન બિચ્છુ ગેંગના સાગરિત તનવીર ઉર્ફે તન્નુ અને અન્ય સાગરીતોને મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરનાર મધ્યપ્રદેશના એક કેરિયરને એસઓજીએ ઝડપી પાડ્યો છે. વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસે એસઓજીની ટીમે એક કારમાંથી તનવીર, મુંબઈની મધુમિતા અને પાર્થ નામના યુવકને ઝડપી પાડી આઠ લાખ રૂપિયાની કિંમતનું મેસેડોન કબજે કર્યું હતું. પોલીસની તપાસમાં ડ્રગ્સનો જથ્થો ઇન્દોર નજીકની એક હોટલમાં આપવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી હતી.

ડ્રગ્સનો જથ્થો લાવનાર ટોળકી પાસે પોલીસે મોબાઇલ કબજે કરી તપાસ કરતાં મધ્યપ્રદેશના કેટલાક શંકાસ્પદ નંબરો હાથ લાગ્યા હતા. જેથી એસઓજીની ટીમે મધ્યપ્રદેશમાં વોચ રાખી ઇન્દોર નજીકથી ડ્રગ્સ સપ્લાય કરનાર ગેંગના એક કેરિયર ફૈઝાનને દબોચી લીધો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય બે સપ્લાયરોના પણ નામ ખુલ્યા છે. જેથી બંને સપ્લાયરની શોધખોળ માટે મધ્યપ્રદેશ પોલીસની મદદ લેવામાં આવી છે

(11:51 pm IST)