Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

અમદાવાદમાં ઘરેલું ગેસમાંથી કોમર્શીયલ ગેસમાં ગેરકાયદે રિફીલિંગ કરવાનું ઝડપાયું : પાંચ શખ્સોની ધરપકડ કરાઈ

દાણીલીમડા વિસ્તારમાં આવેલા સુએઝ ફાર્મમાં ખુલ્લા પ્લોટમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમર્શીયલ ગેસના બાટલા બનાવતા

અમદાવાદમાંથી વધુ એક વખત ગેસ રીફિલિંગ કૌભાંડ ઝડપાયુ છે. પોલીસે ઘરેલું ગેસની બોટલમાંથી કોમર્શીયલ ગેસની બોટલોમાં ગેરકાયદે રિફીલિંગ કરી સિલિન્ડર વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દાણીલીમડા વિસ્તારમાં આવેલા સુએઝ ફાર્મમાં ખુલ્લા પ્લોટમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમર્શીયલ ગેસના બાટલા બનવતા પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કૌભાંડમાં સંડોવાયેલ આરોપી પુનમ ભાણા પરમાર, હરીશ નાગજી પરમાર, ગણપિ માવજી પરમાર, ભરિ ગણપિભાઇ સોલંકી તથા કલાજી ધુડા પરમારની ધરપકડ કરી લીધી છે. સિલિન્ડર રિફીલિંગ કૌભાંડનો મુખ્ય આરોપી પુનમ પરમાર હોવાનું સામે આવ્યું છે. દાણીલીમડા પોલીસ સકંજામાં આવેલ પાંચેય શખ્શો સુએઝ ફાર્મ પાસે ક્રિષ્ના ફાર્મમાં ઘરેલું ગેસના બોટલમાંથી કોમર્શીયલ ગેસની બોટલ બનાવી મોંઘા ભાવે વેચતા હતા.

  આ બાતમીના આધારે ડીસીપીના સ્કોવડે અને દાણીલીમડા પોલીસે દરોડા પાડ્યા ત્યારે આ ક્રિષ્ના ફાર્મમાં પાંચ જેટલા લોકો આ એક ગેસની બોટલ માંથી બીજા ગેસની બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા રંગેહાથ ઝડપાયા હતા. જેને લઈને પોલીસે ભારત ગેસ, ઇન્ડિયન ગેસ તથા એચ.પી ગેસની 332 બોટલો કબજે કરી હતી જેમાંથી 23 જેટલી બોટલો ગેસથી ભરેલી હોવાનું સામે આવ્યું હતું.

આરોપીઓ છેલ્લા ચારેક મહિનાથી આ ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યો છે. સામન્ય રીતે કોમર્શીયલ ગેસની બોટલની બજાર કીમત 1700 રૂપિયામાં મળતી હોય છે અને પકડાયેલ આરોપીઓ 1000 રૂપિયામાં કોમર્શીયલ ગેસની બોટલ વેચતા હતા. જેનું કારણ કોર્મશીયલ ગેસમાં માત્ર 6 થી 7 કિલો ગેસ ભરેલો હોય જોકે 19 કિલો ગેસ હોવો જોઈએ.આરોપીઓ સરખેજ અને પાલડીમાંથી વિસ્તારમાં આવેલી યુનિટી નામની એક એજન્સીમાંથી ઘરેલુ સિલિન્ડર બોટલો લાવતા હતા અને સુએઝ ફાર્મ નજીક આવેલા ખુલ્લી જગ્યામાં ગેસ રીફીલીંગ મશીન વડે એક ગેની બોટલમાંથી બીજા ગેસની બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા હતા.

ચોક્કસ ગ્રાહકોની એક યાદી પણ મુખ્ય આરોપી પુનમ ભાણા પરમાર પાસે હતી જે લોકો તેમની પાસેથી કોમર્શીયલ ગેસની બોટલો કાયમ ખરીદતા હતા અને તેવા જ લોકોને ગેસની બોટલ આપતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે  કરવામાં આવ્યો છે જેમાં વજન કાંટો અને રીફીલીંગ મશીન પણ દાણીલીમડા પોલીસે જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે

(11:14 pm IST)