Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ઊંઝા ખાતે બનાવટી જીરૂં બનાવતી કંપની પર દરોડા

રુ.,૧૨ લાખની કિંમતનો બનાવટી જીરૂંનો ૩૦ ટન જથ્થો જપ્ત

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે બનાવટી જીરૂ  બનાવવામાં આવતું હોવાની બાતમીને આધારે આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની ફ્લાઈંગ સ્કવોર્ડ, મહેસાણા કચેરી ફુડની ટીમ તથા પોલીસ વિભાગ ઊંઝા દ્વારા સવારે સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો.

 ગંગાપુરા - રામપુરા રોડ, ઊંઝા ખાતે આવેલ એક ગોડાઉનમાં તપાસ કરતા પટેલ પ્રતિકભાઇ દિલીપભાઈ વરિયાળીનું ભુસુ, ગોળની રસી, અને ક્રીમ કલરના પાવડરને મિક્સ કરી બનાવટી જીરું બનાવી રહ્યા હતા સ્થળ ઉપર તપાસ કરતા રો મટીરીયલ અને ફીનીશ પ્રોડક્ટનો જથ્થો જોવા મળેલ હતો આથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-૨૦૦૬ અનુસાર જીરુ, વરિયાળીનું ભુસુ, ક્રીમ પાઉડર, ગોળની રસી  એમ કુલ પાંચ નમુના લેવામાં આવેલ હતા અને 30,260 કિ.ગ્રા જેટલો જથ્થો સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે તેની કિંમત આશરે રુ.12,06,200 થવા પામે છે. ગોળની રસી કે જે લાંબો સમય ટકી શકે નહીં, બગડી જાય તેવી હોવાથી 150 લીટર સ્થળ ઉપર જ પંચની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે આ નમૂનાઓ તંત્રની લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલી આપવામાં આવશે અને નમુનાઓના પરીણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો. એચ. જી.કોશિયાએ જણાવ્યું છે.

 

(6:53 pm IST)