Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

આંકલાવ પોલીસે ભેટાસી નજીક છાપો મારી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી 25 હજારનો મુદામાલ જપ્ત કર્યો:8 શખ્સોની ધરપકડ

આંકલાવ:પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે ભેટાસી બા ભાગ ખાતે છાપાઓ મારીને દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ઝડપી પાડી કુલ ૮ શખ્સોને ઝડપી લઈને ૩૫૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર આંકલાવ પોલીસની જુદી-જુદી ટીમો બનાવીને સામુહિક રેઈડનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં દેશી દારૂ ગાળતા વિમળાબેન ગુલાભાઈ તળપદા, પીન્ટુભાઈ ચંદુભાઈ તળપદા, રમેશભાઈ રાવજીભાઈ તળપદા, રૂપસિંગભાઈ ઉર્ફે રમેશભાઈ રાવજીભાઈ તળપદા, સન્નીબેન કાળુભાઈ ઉર્ફે કાભાઈભાઈ તળપદા, મીનાબેન રૂપાભાઈ તળપદા, રૂપાભાઈ ફકીરભાઈ તળપદા અને રાજુભાઈ માવજીભાઈ તળપદા ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે તેમની પાસેથી દેશી દારૂ ગાળવાનો ૪૮૦૦ લીટર ઠંડો, ૧૫૦૦ લીટર ગરમ અને ૨૧૫ લીટર દેશી દારૂ મળીને કુલ ૩૫૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(6:24 pm IST)