Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

નડિયાદમાં 2 મંદિર પાસે મળી આવેલ દારૂના જથ્થા પર પોલીસે બુટલેગર ફેરવી દીધું

નડિયાદ : નડિયાદ ખેડા જિલ્લાના નડિયાદ ડિવિઝન ના પાંચ પોલીસ સ્ટેશનોમાં ૩૭૬ ગુનામાં પોલીસે પકડેલ અંદાજિત ૧.૨૫ લાખ વિદેશી દારૂની બોટલ કિંમત રૂ.૩.૩૭ કરોડનો મુદ્દામાલનો પીજ ચોકડી નજીક સવસ રોડ પર નાશ કરતાં પ્રજાજનોમાં પોલીસની કામગીરી પ્રત્યે ભારે રોષ ભભુકી ઉઠયો હતો. પીજ ચોકડી નજીક હનુમાનજી તથા શનિદેવ મંદિર આવેલ છે. જ્યાંથી સવસ રોડ પસાર થાય છે અગાઉ પણ આ વિસ્તારમાં આવેલ મોટા ખેતરમાં વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કર્યો હતો. જ્યારે આ વર્ષે સવસ રોડ પર નાશ કરતા તેની વાસ આવતા જતા વાહનચાલકોને તથા લોકોના ટોળા રોડ પર ઉમટી પડયા હતા.  નડિયાદમાં જે સ્થળે પોલીસ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ત્યાંથી ૨૦૦ મીટર જેટલા અંતરે જ બે મંદિર આવેલા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશન આવેલ છે. જેમાં નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ, નડિયાદ રૂરલ, વસો તથા ચકલાસી પોલીસ સ્ટેશન નો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા સને ૨૦૧૮ થી ૨૨ દરમિયાન ઉપરોક્ત પોલીસ સ્ટેશનમાં પકડાયેલ પ્રોહીબીશનના ૩૭૬ ગુનાનો વિદેશી દારૂની બોટલ નંગ ૧.૨૫ લાખ કિંમત રૂ.૩.૩૭ કરોડના જથ્થાને નાશ કરવાની મંજૂરી કોર્ટ દ્વારા મળી હતી. જેથી બુધવાર સવારથી જ નડિયાદ પીજ ચોકડી નજીક આવેલ સવસ રોડ પર જે તે પોલીસ સ્ટેશનમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી બોટલો ને રોડ પર ગોઠવવામાં આવી હતી. પોલીસને આ કામગીરી જોઈ આજુબાજુના દારૂના રસીયાઓ ઘટના સ્થળે જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જ્યાં કમિટીના સભ્યો એસ.ડી.એમ, ના.પો. અધિકારી, ગ્રામ્ય મામલતદાર, નશાબંધી અધિકારી તથા પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં રહ્યાં હતા. રોડ પર ગોઠવાય દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવવા માં આવતા દારૂની તીવ્ર વાસ આજુબાજુ પ્રસરી જવા પામી હતી.

(6:20 pm IST)