Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

વાવ તાલુકાના વાઢીયાવાસ નજીક ટેન્કર પલ્ટી ખાતા ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત

વાવ: વાવ-થરાદ હાઇવે રોડ ઉપર વાઢીયાવાસના પાટિયા નજીક વહેલી સવારે કેમિકલ ભરેલ ટેન્કરે પલટી મારતા ટેન્કર ચાલક ફસાઈ જતાં મોત નીપજ્યું હતું.

વાવ-થરાદ હાઇવે ઉપર અવાર નવાર ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે વાવના વાઢીયાવાસ નજીક કેમિકલ ભરેલ ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારતા ડ્રાઇવર ટેન્કરમાં ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકો તેમજ વાવ પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી જઇ ટેન્કર ચાલકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત ડ્રાઇવરને 108 દ્વારા વાવ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. આ અંગે વાવ પોલીસે  ડ્રાઇવરના પરિવારને જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(6:19 pm IST)