Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

૪૦ વર્ષથી એકલું અટૂલું દુઃખભર્યુ જીવન, જેનું કોઈ ન થયું તેવા વૃદ્ધાનું પોલીસ સગુ થયું

સાઉથ ગુજરાતના ઇન્‍ચાર્જ આઇજી સંદીપસિંહના માનવીય અભિગમની સલાહ એસપી હિતેશ જોયસર , ડીવાયએસપી એચ.એલ.રાઠોડના દિશા નિર્દેશ મુજબ પીઆઇ જયદીપ બારોટ ટીમ દ્વારા અમલ, ટૂંકા ગાળામાં ત્રીજુ અનુકરણીય કાર્ય

રાજકોટ તા.૩૦:  સાઉથ ગુજરાતના ઇન્‍ચાર્જ એસપી સંદીપ સિહ ગુનેગારો અને લુખ્‍ખાઓ પ્રત્‍યે ખૂબ સખ્‍તાઈથી પગલાં લેવડાવતા આઇપીએસ અધિકારી તરીકે જાણીતા છે, તેઓને જે નજદીકથી જાણે છે તેઓને જાણ છે કે સામાન્‍ય માનવીના દુઃખ દર્દ અંગે તેવો સતત જાગૃત રહી કાર્ય કરી અને તેમની ક્રાઇમ કોન્‍ફરન્‍સ વિગેરે સમયે પોતાની કામ કરવાની પદ્ધતિ અંગે સ્‍પષ્ટ અણસાર આપે છે. ગુન્‍હા પકડવા સાથે માનવીય કાર્ય ઈશ્વરને ગમતું કાર્ય હોય તેને પણ પ્રાયોરિટી આપવી જરૂરી હોવાનું માને છે.                         

સુરત રૂરલ એસપી હિતેશ જોયસર અને વિભાગીય વડા એસ. એલ.રાઠોડ પણ સૌરાષ્ટ્રના કનેક્‍શન કારણે આ અભિગમમાં વિશ્વાસ ધરાવતા હોય સ્‍ટાફને સતત દિશા નિર્દેશ આપે છે.          

આવા પોઝિટિવ વાતાવરણમાં પુત્રીનું માતા પિતા સાથે મિલન, બહારની મહીલાનો પત્તો મેળવી પારિવારિક મિલન બાદ વધુ એક માનવીય અભિગમ અપનાવી કરેલ કાર્ય સાઉથ ગુજરાતમાં સર્વત્ર પ્રંશસા પાત્ર બન્‍યું છે.         

બારડોલી પીઆઇ જયદીપ બારોટ ટીમ દ્વારા પોતાના પેટ્રોલિંગ દરમિયાન એક વૃદ્ધા નજરે ચઢતા,પોલીસની અનુભવી આંખો આ વૃદ્ધા કોઈ મુશ્‍કેલીમાં હોવાનું લાગતા તેની પૂછપરછ કરી પણ ભાષાની મુશ્‍કેલી લગતા તેમને પોલીસ મથકે લાવી ભોજન,સ્‍નાન નવા વાષાોની વ્‍યવસ્‍થા કરી, મરાઠી ભાષા જાણતા પોલીસ સ્‍ટાફ પાસેથી તેની વિગત મેળવી, ૪૦ વર્ષથી પતિ સાથે છૂટાછેડા બાદ  એકલા અટુલા આ માજીને કોઈ સાચવવા તૈયાર ન હતું. પોલીસ દ્વારા સુરતનાં સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક કરાવી આશરો અપાવ્‍યો, આમ જેનું પરિવાર ન થયું તેનું પોલીસ થયું, પોલીસ તંત્ર વિશે સતત લોક ફરિયાદ વચ્‍ચે આવી ઘટનાઓ પણ બનતી હિટ છે તે હકીકત છે.

(2:49 pm IST)