Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ભરૂચના અંકલેશ્વર રોડ પર આંગડિયા પાસેથી 45 લાખની લૂંટ : ચાર લૂંટારુઓએ પૈસા ભરેલી બેગ લઈને પલાયન

આંખમાં મરચાની ભૂકી નાખી પૈસા ભરેલી બેગ લઈને ત્યાથી ફરાર : અંકલેશ્વર Dy.SP સહિતના LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર

ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગમાં ભરૂચની આંગડિયા પેઢીમાંથી 45 લાખ રૂપિયા લઈને જઈ રહેલા વ્યક્તિને ચાર લૂંટારુંઓએ આંતરીને ચપ્પુ બતાવી 45 લાખની લૂંટ ચલાવી છે. આંખમાં મરચાની ભૂકી નાખી પૈસા ભરેલી બેગ લઈને ત્યાથી પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને થતાં અંકલેશ્વર Dy.SP સહિતના LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ હાથ ધરી છે

(12:11 am IST)