Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગીરમાંથી પસાર થતી ટ્રેન અને ટ્રેક પર સિંહ કે અન્ય પ્રાણીઓના અકસ્માત ન થાય તે માટે વિશેષ તકેદારી

સ્પીડ સીમિત કરવા સાથે વોર્નર પણ લગાવાયા : ઓચિંતા પણ ટ્રેક પર પ્રાણી આવી જાય તો ટ્રેન રોકીને પ્રાણીને બચાવી શકાય: 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 9 બનાવમા ટ્રેન રોકીને 9 સિંહને અકસ્માત થતા બચાવી લેવાયા

અમદાવાદ :ગીર અને ગીરના સિંહ ગુજરાતની શાન છે અને ગીરમાંથી પસાર થતી ટ્રેન અને ટ્રેક પર સિંહ કે પ્રાણીઓના અકસ્માત ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ગીરમાંથી રેલવે લાઇનપસાર થઈ રહી છે. રેલવે ટ્રેક પર સિંહ અને જંગલી જાનવરના અકસ્માત થઈ રહ્યા છે. જેને લઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

જો કે રેલવે દ્વારા પણ સિંહ અને અન્ય પ્રાણીઓને ટ્રેક પર અકસ્માત ન થાય તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. ત્યારે જંગલમાંથી મીટર ગેજ નીકળે છે. જેમાં 4 ટ્રેન ચાલે છે પરંતુ રાતે 8 થી સવારે 6 સુધી ટ્રેન ચલાવવામાં આવતી નથી.

ગીર માંથી રેલવે ટ્રેક પસાર થાય છે. વિસાવદરથી અમરેલી 74.63 કિલોમીટરનો ટ્રેક ગીરમાંથી પસાર થાય છે. વિસાવદરથી તાલાલા 47 કિલોમીટર ટ્રેક છે. જૂનાગઢ વિસાવદર વચ્ચે 59.87 કિલોમીટરનો ટ્રેક નીકળે છે. વિસાવદરથી તાલાલા વચ્ચે ટ્રેનની સ્પીડ 30 કિલોમીટર પ્રતિકલાકની છે. જૂનાગઢ દેલવાડા ટ્રેનમાં રોજના 600 પેસેન્જર પ્રવાસ કરે છે. મીટર ગેજ સેક્શન પર 4 ટ્રેન ચાલે છે.

અમદાવાદ રેલવે ડિવિઝન પી.આર.ઓ. જીતેન્દ્રકુમાર જ્યંતે જણાવ્યું છે કે, સાસણ એવો એક વિસ્તાર છે જંગલની વચ્ચેથી રેલવે લાઇન પસાર થાય છે. સિંહ કે અન્ય પ્રાણીઓને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટ્રેક પર સિંહ કે અન્ય પ્રાણીઓ હોય તો વોર્ન મારવામાં આવે છે. અને વોર્નર લગાવ્યા બાદ પણ ટ્રેક પરથી દૂર ન થાય તો ટ્રેન રોકી દેવામાં આવે છે. અને સાંજના 8 થી સવારના 6 વાગ્યા સુધી ટ્રેન બંધ રાખવામાં આવે છે.

ગીરમાંથી જે ટ્રેન પસાર થાય છે તેની સ્પીડ સીમિત કરી દેવામાં આવી છે. ઓછામાં ઓછી સ્પીડ એટલે 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ કરવામાં આવી છે. જેના કારણે ઓચિંતા પણ ટ્રેક પર પ્રાણી આવી જાય તો ટ્રેન રોકીને પ્રાણીને બચાવી શકાય છે. ત્યારે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 9 બનાવવામા ટ્રેન રોકીને 9 સિંહને અકસ્માત થતા બચાવી લેવામાં આવ્યા છે. જો કે અપડાઉન કરવા કરતાં લોકો ગિરનો નજારો જોવા માટે ટ્રેનમાં યાત્રા કરે છે. પરંતુ ગીરના નજરા સાથે સિંહને બચાવવા પણ જરૂરી છે.

(11:49 pm IST)