Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

રાજપીપળાના નાનો રોજદાર અલકાહિરે જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં રમઝાન માસમાં 27 મો રોજો સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોએ પવિત્ર રમઝાન માસ માં રાખી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી ત્યારે રમજાન માસ હવે પૂર્ણ ના આરે છે ત્યારે નાના ભૂલકાઓ પણ ભારે ઉત્સાહથી રોજા રાખે છે
જેમાં 27 માં રોજાના દિવસે રાજપીપળાના વડફળીયામા રહેતા સના ગારમેન્ટ્સના ઓનર, ઇમરાન ભાઈ ગુલામરસુલ કુરેશીના પુત્ર અલકાહિરે 8 વર્ષની નાની વયે પોતાના જીવન નો પહેલો રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી હતી હાલમાં પડી રહેલી આકરી ગરમીમાં  14 કલાક ભૂખ્યા તરસ્યા રહી પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી અલકાહિરે પોતાના પરિવારમાં પ્રથમ રોઝો રાખ્યો હતો ત્યારે અલકાહિરને પરિવારજનોએ અને કુટુંબજનોના સભ્યએ ફૂલહાર પહેરાવી મુબારકબાદ આપી હતી

 

(10:25 pm IST)