Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

રાજ્યમાં આગામી બે દિવસ તાપમાન વધી શકે : દક્ષિણ- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હિટવેવની આગાહી

અમદાવાદમાં કાળઝાળ ગરમી: હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી રેડ એલર્ટ અપાયું :2જી મેથી ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા

અમદાવાદ :  રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આગમી 2 દિવસ દરમિયાન કચ્છમાં 2 ડિગ્રી તાપમાન વધી શકે  તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ , મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ,અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્છમાં હિટવેવની અસરો જણાશે. તેમજ ઉ.ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે

  અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ૨જી મેથી ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. તેમ છતાં શહેરીજનો ભીષણ ગરમીમાં રીતસર શેકાઈ રહ્યા છે તેવા સમયે મ્યુનિ. સત્તાવાળાઓએ હીટ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. આ પ્લાન હેઠળ લોકોને હીટ સ્ટ્રોકથી બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

 

(8:26 pm IST)