Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

7 વર્ષમાં એકસાઇઝ ડ્યુટીમાં કરાયેલ વધારો પાછો ખેંચવામાં આવે તો આજે ગુજરાતમાં પેટ્રોલ 80 લિ. અને ડીઝલ ઉપર 70 /લિ. ની આસપાસ મળી શકે: અર્જુનભાઇ મોઢવાડિયા

UPA સરકારમાં વાર્ષિક માત્ર 174,158 કરોડ એકસાઇઝ ડ્યુટી વસૂલતી હતી. જેમાં ભાજપ સરકારે સતત વધારો કરી વર્ષ 2020-21 માં અધધ.. 3.72 લાખ કરોડ સુધી પહોંચાડી દીધી: અર્જુનભાઇ મોઢવાડિયા

અમદાવાદ : કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે સત્તામાં આવ્યા બાદ એકસાઈઝ ડ્યુટીમાં પેટ્રોલ ઉપર 23.7/લિ અને ડીઝલ ઉપર 28.34/લિ જેટલો જંગી વધારો ઝીંક્યો છે ,અર્જુનભાઇ મોઢવાડિયાએ કહ્યું કે 4 નવેમ્બર 2021 ના રોજ કરેલ નજીવા ઘટાડા બાદ પણ આજે પેટ્રોલ ઉપર 27.90/લિ. અને ડીઝલ ઉપર *21.80/લિ, એકસાઇઝ ડ્યુટી વસુલાય છે, જે વર્ષ 2014 ની તુલનામાં પેટ્રોલ ઉપર 200% અને ડીઝલ ઉપર 530% વધારે છે -

  અર્જુનભાઈ મોઢવાડિયાએ  કેન્દ્રની ભાજપ સરકાર ટેક્સ ધટાડવા રાજ્યો ઉપર દબાણ કરવાની જગ્યાએ એક્સાઇઝ ડ્યુટીમાં ઠોકી બેસાડેલ અસહ્ય વધારો પાછો ખેંચી જનતાને મોંઘવારીમાંથી રાહત આપે તેમ જણાવતા કહ્યું કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટયા હતા ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એકસાઇઝ ડ્યુટી માં બેફામ વધારો કરી લોકોને સસ્તા પેટ્રોલ, ડીઝલથી વંચિત રાખનાર કેન્દ્રની ભાજપ સરકાર હવે ક્રુડના ભાવ વધ્યા છે ત્યારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી જનતાને રાહત આપવાની પોતાની નૈતિક ફરજમાંથી પાછી પાની કરી રહી છે.

 આ અંગે વિગતો રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકારે 7 વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ ઉપર એક્સાઇઝ ડ્યુટી માં 300% વધારો કરી દીધો છે. વર્ષ 2014-15 માં સરકાર વાર્ષિક માત્ર F74,158 કરોડ રૂપિયા એકસાઈઝ ડ્યુટી વસૂલતી હતી. જેમાં ભાજપ સરકારે સતત વધારો કરી વર્ષ 2020-21 માં અધધ.. 3.72 લાખ કરોડ સુધી પહોંચાડી દીધી છે. જો કે તેમાંથી રાજ્યોને ભાગીદારી માત્ર 19,972 કરોડ આપવામાં આવી છે. બાકીની 13.52 લાખ કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારની તિજોરીમાં રાખવામાં આવી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે વર્ષ 2014 સુધીમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પેટ્રોલ ઉપર 9.20/લિ. અને ડીઝલ ઉપર 3.46/લિ. જેટલી નજીવી એક્સાઇઝ ડ્યુટી વસુલવામાં આવતી હતી. પરંતુ ભાજપ સરકારે સત્તામાં આવ્યા બાદ એક્સાઇઝ ડ્યુર્ટી પેટ્રોલ ઉપર 23.7/લિ. અને ડીઝલ ઉપર ૬28.34/લિ. જેટલો ઊંચો વેરો વસૂલાય છે જેના કારણે એક્સાઇઝ ડ્યુટી વધીને પેટ્રોલ ઉપર 32.90/લિ. અને ડીઝલ ઉપર 31.80/લિ. સુધી પહોંચી ગઇ હતી. ગત વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં નુકસાન જવાના ડરથી ભાજપ સરકારે 4 નવેમ્બર 2021 ના રોજ પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં /લિ ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં 10/લિ. નો નજીવો ઘટાડો કરી જાણે જનતાને મોટી રાહત આપી હોય તેવો ભ્રામક પ્રચાર કર્યો. જો કે આ ઘટાડા છતાં અત્યારે કેન્દ્ર સરકાર પેટ્રોલ ઉપર 27.90/લિ. અને ડીઝલ ઉપર 21.80/લિ. એકસાઇઝ ડ્યુટી વસુલે છે. જે 2014ની તુલનામાં પેટ્રોલ ઉપર 200% અને ડીઝલ ઉપર 530% વધારે છે. ર્જુનભાઇ મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે 7 વર્ષમાં ગુજરાત સહિત એકપણ રાજ્યએ પેટ્રોલ, ડીઝલ ઉપરના વેટના દરમાં વધારો કર્યો નથી. માત્ર કેન્દ્રની ભાજપ સરકારે બેફામ રીતે એકસાઇઝ ડ્યુટી વધારી છે. એટલે એકસાઇઝ ડ્યુટીમાં રાહત આપવાની જવાબદારી પણ કેન્દ્ર સરકારની છે અને એકસાઈઝ ડ્યુટી વધારતા સમયે વડાપ્રધાને ખાત્રી પણ આપી હતી કે જ્યારે કુડના ભાવ વધશે ત્યારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવશે એટલે વડાપ્રધાન જો અત્યારે પોતે આપેલ વચન પાળે અને 7 વર્ષમાં એક્સાઇઝ ડ્યુટીમાં કરાયેલ વધારો પાછો ખેંચ આજે ગુજરાતમાં પેટ્રોલ 80લિ. અને ડીઝલ ઉપર 70/લિ. ની આસપાસ મળી શકે તેમ છે. એટલે કેન્દ્રની ભાજપ સરકાર ટેક્સ ઘટાડવા રાજ્યો ઉપર દબાણ કરવાની જગ્યાએ એક્સાઇઝ ડ્યુટીમાં ઠોકી બેસાડેલ અસહ્ય વધારો પાછો ખેંચી જનતાને મોંધવારીમાંથી રાહત આપે

(7:44 pm IST)