Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ‘સેઈફ સુરત’ ના સંકલ્પ સાથે સુરતના 40 હજાર યુવાનો “નાઈટ મેરેથોન”માં ભાગ લેશે.

યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી મેરેથોનને ફ્લેગ આપી: મેરેથોનમાં ભાગ પણ લેશે

સુરત : ગુજરાત ઉત્સવ પ્રેમી જનતા છે. સમગ્ર રાજ્ય ગુજરાતનો 63મો સ્થાપના દિવસ ઉજ થનગની રહ્યું છે, ત્યારે સુરત પોલીસ દ્વારા યુવાનોની જાગૃતી માટે “સેઈફ સુરત”ના સંકલ્પ સાથે “ગુજરાત દિન- નાઈટ મેરેથોન” નું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર અને ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે થતી ડ્રગ્સની હેરાફેરીને અટકાવવા સક્ષમ પ્રયત્નો થઈ રહ્યા છે, અને વિપુલ પ્રમાણમાં ડ્રગ્સને ગુજરાતમાં પ્રવેશતું અટકાવવામાં પણ આવી રહ્યું છે. આવા સમયે સુરત પોલીસ દ્વારા સુરતના યુવાનો ‘સ્વસ્થ ગુજરાત-ફીટ ગુજરાત'ના મંત્ર પર ચાલે અને ડ્રગ્સના દાનવને નાથવામાં પોલીસની સાથે રહે તે અભિગમથી સુરતના 40 હજારથી વધુ યુવાનો આ નાઈટ મેરેથોનમાં ભાગ લેશે. આ મેરેથોન ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ મેરેથોન ગ્રાઉન્ડ, ડુમસ રોડથી સાંજે ૭:૩૦ કલાકે શરૂ થશે. શ્રેષ્ઠ સંક્લ્પ માટે યોજાઈ રહેલી આ મેરેથોનને રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી ફ્લેગ ઓફ દ્વારા આરંભ કરાવશે તેમજ ભાગ લેનાર દોડવીર યુવાનોની સાથે સમગ્ર મેરેથોનમાં દોડીને ભાગ પણ લેશે. આ આયોજનમાં સુરતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અધિકારીઓ પણ જોડાશે. સુરત પોલીસની આ પહેલનું સ્વાગત કરતાં ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી એ ગુજરાતભરના યુવાનોને “Say No to Drugs" નો સંદેશ આપી ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. અને સમગ્ર કાર્યક્રમના આયોજકો અને ભાગ લેનાર તમામ સુરતીઓને અભિનંદન પાઠવ્યા છે

(7:14 pm IST)