Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ધંધામાં નુકશાની થતા વડોદરાના ત્રણ ભાગીદારો વચ્ચે મારામારી થતા પોલીસ ફરિયાદ

વડોદરા : ધંધામાં નુકસાન થતા ભાગીદારી છૂટી કર્યા પછી હિસાબ માટે ભેગા થયેલા  ત્રણ ભાગીદારો વચ્ચે મારામારી થતા માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. છાણી જકાતનાકા પાસે સૌંદર્ય ગ્રીનમાં રહેતા રાહુલ જગદીશભાઇ પ્રધાન હરણી રોડ ની ખાનગી  સ્કૂલમાં કેન્ટિન ચલાવે છે.તેની ઓફિસ માંજલપુર દરબાર ચોકડી  પાસે ત્રિવેણી કોમ્પલેક્સમાં છે.માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,મે ંતથા મારા ભાગીદાર રાકેશ રાણા (રહે.નવજીવન સોસાયટી, ભરૃચ) તથા દિગ્વિજય રાણા (રહે.અટાલી ગામ, દહેજ, જિ.ભરૃચ) એ દહેજમાં ભાગીદારીમાં કેન્ટિનચાલુ કરી હતી.તે સમયે અમે ત્રણ ત્રણ લાખ રૃપિયા કાઢીને ધંધો શરૃ કર્યો હતો.જે ધંધામાં નુકસાની થતા તા.૩૧ માર્ચ ૨૦૨૨ ના રોજ કેન્ટિન બંધ કરી દીધી હતી.બંને ભાગીદારોએ ગઇકાલે મને ફોન કરીને મળવા બોલાવતા હું તથા મારો મિત્ર અહેમદ જેસીંગભાઇ વાઘેલા સાથે તુલસીધામ ચાર રસ્તા પાસે ગયો હતો.હું તેમની કારમાં વાતચીત કરવા બેઠો હતો. ભાગીદારોએ મને કહ્યું હતું કે,કેન્ટિન ચાલુ કરતા સમયે ત્રણ ત્રણ લાખ આપ્યા હતા.તે પરત કરો.મેં તેઓને કહ્યું હતું કે,ધંધામાં નુકસાન ગયું છે.મારા પણ પૈસા ગયા છે.તમને એવું લાગો તો કાયદેસર કાર્યવાહી કરજો.મારી વાત સાંભળીને રાકેશ રાણા ઉશ્કેરાઇ ગયો હતો.મને ગાળો બોલી મારી સાથે ઝપાઝપી શરૃ કરી હતી.ઝપાઝપીમાં મારા ગળામાંથી સોનાની ચેન તૂટી ગઇ હતી.અને મોબાઇલ ફોનનો ગ્લાસ પણ તૂટી ગયો હતો.

(7:06 pm IST)