Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

વડોદરા:હરણી સમા રોડ વિસ્તારમાં આશ્રમનું સરનામું પૂછવાના બહાને સાધુનો વેશ ધારણ કરી આવેલ ગઠિયા ખેડૂતના ગળામાંથી 70 હજારની કિંમતનો ચેઇન આંચકી ફરાર

વડોદરા: શહેરના હરણી ગામ ખાતે રહેતા રાજેશભાઈ પટેલ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગઇકાલે તેઓ સાંજના સુમારે સમા હરણી લિંક રોડ ઉપર પોતાનું એકટીવા પાર્ક કરી બેઠા હતા. આ દરમિયાન એક કાર તેઓની પાસે ઉભી રહી હતી. અને કારમાં બેસેલી વ્યક્તિએ ઈશારો કરી રાજેશભાઈને બોલાવી નજીકમાં આશ્રમ ક્યાં છે તે બાબતે પૂછતાછ કરી હતી. ત્યારબાદ જણાવ્યું હતું કે, આગળ બેસેલા નાગા બાવાના દર્શન કરો. જેથી તેઓએ હાથ જોડી દર્શન કરતા બાવાએ રુદ્રાક્ષનો મણકો તેમ જ બે રૂપિયાનો સિક્કો તેમના હાથમાં મૂક્યો હતો. અને "તુમ્હારા કલ્યાણ હો જાએ" તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. આ દરમ્યાન બેશુદ્ધ બનેલા રાજેશભાઈને કાર સ્થળ પરથી રવાના થયા બાદ જાણવા મળ્યું હતું કે, તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન ગાયબ છે. જેથી તેઓએ પોતાની એકટીવા લઇ મોટનાથ કેનાલ સુધી તેમનો પીછો કર્યો હતો. પરંતુ નિષ્ફળતા સાંપડી હતી. આમ નાગા બાવાનો વેશ ધારણ કરી આશ્રમનું સરનામું પૂછવાના બહાને ઠગ ત્રિપુટી 17 ગ્રામ વજનની 70 હજારની કિંમતની ધરાવતી સોનાની ચેનની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. ફરિયાદના આધારે હરણી પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(7:03 pm IST)