Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

વડોદરાના જવાહરનગર વિસ્તારમાં દારૂની રેડ પાડવા ગયેલ પોલીસને નશાની હાલતમાં 8 શખ્સો મળી આવ્યા

વડોદરા: વડોદરા જવાહરનગર વિસ્તારમાં ગઈ મોડી સાંજે દારૂની રેડ પાડવા ગયેલી પોલીસને જોતાના દબાવતા 8 પીધેલા પકડાયા હતા. પોલીસ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ, કરોડિયા ગામ પ્રેરણા વિદ્યાલય પાસે એક મહિલા જાહેરમાં દારૂ વેચતી હોવાની વિગતો મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ઉપરોક્ત સ્થળ પાસેથી અમિત પ્રફુલભાઈ પરમાર ચંદ્રકાંત પુરુષોત્તમ પરમાર (બંને રહે છાણી જકાતનાકા એકતાનગર), અલ્પેશ ભરતભાઈ વીભાણી (અભિલાષા કેનાલ પાસે), જયેન્દ્ર મૂળજીભાઈ પરમાર (જોયલ નગર સમા), જીતુ ચીમનભાઈ સોલંકી (સોલંકી ફળિયુ ગોરવા), સમીર વિનોદભાઈ પટેલ (ચૌધરી નગર, ગોરવા), મેહુલ દલપત ભાઈ રાઠોડ (છાણી જકાતનાકા ,એકતાનગર) અને સુમિત લાલજીભાઈ મકવાણા (જય નારાયણ સોસાયટી કરોડીયા) ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયા હતા. ‌‌પોલીસે દારૂનું વેચાણ કરતી મીના સુરેશભાઈ મારીને પણ ઝડપી પાડી તેની પાસે 7 લિટર દેશી દારૂ કબજે કર્યો હતો

(7:07 pm IST)