Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

વડોદરાના હરણી એરપોર્ટ નજીક આવેલી વસાહતો તોડી પાડવા કોર્પોરેશનની જાહેર નોટિસ

વડોદરા:શહેરના હરણી એરપોર્ટ પાસેના સવાદ વિસ્તારમાં વડોદરા કોર્પોરેશનને ટી.પી. સ્કીમ મંજૂર કર્યા બાદ જે પ્લોટ જમીન માલિકને ફાળવ્યો હતો તેમાં અંદાજે 51 કાચા પાકા મકાન બંધાયેલા હતા હવે તેને હટાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનના જમીન-મિલકત વિભાગે જાહેર નોટીસ આપી આ મકાન દૂર કરવા પાંચ દિવસનો સમય આપ્યો છે અને જો સ્વેચ્છાએ આ મકાનો હટાવવામાં નહીં આવે તો કોર્પોરેશન દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવશે ત્યારે નુકસાન થાય તો તેની જવાબદારી કોર્પોરેશનની રહેશે નહીં.

જમીન-મિલકત અધિકારીએ જાહેર નોટીસ આપી જણાવ્યું છે કે ટીપી સ્કીમ નંબર 7 સવાદ વિસ્તારની હદમાં રેવન્યુ સર્વે નંબર 108 ના મૂળ ખંડ નંબર 30 ની સામે અંતિમ ખંડ નંબર20,97,152,156 ફાળવવામાં આવ્યા છે જેમાં ટીપી સ્કીમના અમલીકરણના ભાગરૂપે સરવેનંબર 108 નો મૂળ ખંડ નંબર 30 ની યોજના માં કપાત થતી જમીનનો કબજો વડોદરા કોર્પોરેશન દ્વારા મેળવવામાં આવ્યો છે જ્યારે અંતિમ ખંડ નંબર 156 માં અનઅધિકૃત દબાણ અને કારણે ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ ૧૯૭૬ મુજબ ટી.પી. સ્કીમ નું અમલીકરણ થયું નથી જેથી ફાઇનલ પ્લોટ નંબર 156 માં આવેલા ગેરકાયદેસર દબાણ કર્તાઓને તારીખ 25/ 2/ 2019 થી નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણો દૂર થયા નથી.

(7:02 pm IST)