Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ઠાસરા પોલીસે ખડગોધરા રોડ પરથી ગાડીમાં ગૌમાંસ લઈને જતા કાર ચાલકને ઝડપી 1.18 લાખનો મુદામાલ કબ્જે કર્યો

નડિયાદ : ઠાસરા પોલીસે ગુરુવારે સવારે ખડગોધરા રોડ પરથી ગાડીમાંથી ગૌમાંસના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડયો હતો. પોલીસે ગૌમાંસ તેમજ ગાડી મળી કુલ રૂ.૧.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે ઠાસરા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ઠાસરા પોલીસ ગુરૂવાર સવારે અમદાવાદ ઇન્દોર હાઇવે પર પેટ્રોલિંગમાં ખડગોધરા રોડ પર ઉભી હતી. આ દરમિયાન કઠલાલ તરફથી પૂરઝડપે આવી બાલાસિનોર તરફ જતી ગાડીને ઉભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલકે હંકારી મુકી હતી. પોલીસે કારનો પીછો કરી ઓવરટેક કરી ગાડી ઉભી રખાવી હતી. ત્યારે ગાડી ઉભી રાખી નાસવા જતા કાર ચાલકને ઝડપી પાડી પુછપરછ કરતા યાસીન ગુલામ મયુદ્દીન શેખ (રહે પડાલ તા.ગલતેશ્વર) હોવાનું જણાવ્યું હતું. 

ગાડીની તલાશી લેતાં ૧૨૫ કિલો માસ મળી આવ્યું હતું. પોલીસે માંસના જથ્થાની એફ.એસ.એલ. લેબોરેટરીમાં તપાસ કરવામાં આવતા ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ગૌમાંસનો ૧૨૫ કિલો જથ્થો રૂ.૧૨,૫૦૦નો કબ્જે કર્યો હતો. આ કાર ચાલકની પૂછપરછ કરતા આ ગૌમાંસ કઠલાલના ઇમરાન નબી ભાઈ કુરેશીએ ભરાવી આપ્યો હતો. જ્યારે અલ્લારખ્ખા કાસમભાઈ કુરેશી તથા નાસીરભાઈ રસુલભાઇ કુરેશી મોટર સાયકલ પર ગાડીની આગળ પાયલોટિંગ કરતા હોવાનું તેમજ ગૌમાસ લઈ જવા માટે તેઓ રૂ.૧,૦૦૦  આપતા હોવાનું જણાવ્યું હતું. જેથી ઠાસરા પોલીસે ગૌમાંસ,  મોબાઈલ કિં.રૂ.૫,૦૦૦, રૂ. એક હજારનો વજન કાંટો તેમજ કાર રૂ.એક લાખની ગાડી મળી કુલ ૧,૧૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો.

(6:57 pm IST)