Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

કાલોલના પાનસર રોડ નજીક આવેલ ગરીબ નવાજ સોસાયટીમાં એક સાથે ત્રણ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 9 લાખની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

કલોલ :  કલોલના પાનસર રોડ ઉપર આવેલ ગરીબ નવાજ સોસાયટીમાં એક પરિવાર ઉનાળાની ગરમીના કારણે બહાર સૂઇ રહ્યો હતો ત્યારે તસ્કરો તેમના ઘરમાં પ્રવેશ્યા હતા અને અંદર તીજોરીમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી હતી ત્યાર બાદ તસ્કરોએ સામે આવેલ અન્ય એક મકાનમાંથી પણ ચોરી કરી હતી તસ્કરો નવ લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરીને ભાગી છૂટતા આસપાસમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કલોલ શહેરના પાનસર રોડ ઉપર આવેલ ગરીબ નવાજ સોસાયટીમાં રહેતા ઝરીના બાનુ મોહમ્મદ નબી પઠાણ ઉનાળાની ગરમી હોવાથી પોતાનું મકાન બહારથી બંધ કરીને ઘરના આંગણામાં સુતા હતા અને ઘરને તાળુ મારી ચાવી ઓશિકાની નીચે મૂકી હતી અને ઉપરના માળે તેમના પુત્ર અને પુત્રવધુ સુતા હતા ત્યારે મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરો તેમના મકાનનું તાળું ખોલી અંદર પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મુકેલ સોના-ચાંદીના દાગીના કિંમત રૃપિયા ૬૩૦૦૦૦ અને રોકડા રૃપિયા ૩ લાખ મળી કુલ રૃપિયા ૯૩૦૦૦૦ના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા તસ્કરોએ ત્યારબાદ તેમની સામે રહેતા તેમના બહેન રુકસાના બાનુંના ઘરમાંથી પણ રોકડ અને દાગીનાની ચોરી કરી હતી તસ્કરો આ ઘરમાંથી કુલ ૧૩૭૦૦ આ મુદ્દામાલની ચોરી કરી હતી એક સાથે બે મકાનમાં ચોરી થવાનો બનાવ બનતા આસપાસમાં ચકચાર મચી જવા પામી હતી બનાવ અંગે પોલીસે તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

(6:50 pm IST)